તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Class 12 Student Gunisha Agarwal, Distributing Free Laptops And Smartphones To Poor Students, Started Her Noble Cause Inspired By Her Mother

ચેન્નાઈ:ધોરણ 12ની સ્ટુડન્ટ ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ અને સ્માર્ટફોન વહેંચે છે, માતાનું કામ જોઈને પ્રેરણા મળી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને લીધે ઘણા એવા ગરીબ બાળકો છે જેમના માટે ઓનલાઇન અભ્યાસ સરળ નથી. ઘણી જગ્યાએ ઈન્ટરનેટ કનેક્શનની તકલીફ છે તો ઘણા લોકો પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. આવા લોકોની તકલીફ ચેન્નાઈની ગુનીશા અગ્રવાલે ઓછી કરી છે. ગુનીશા જરૂરિયાતમંદને મફતમાં લેપટોપ અને સ્માર્ટફોન વહેચી રહી છે.

ગુનીશા અગ્રવાલ ધોરણ 12ની વિદ્યાર્થિની છે. તે ચેન્નાઈ પોલીસ કમિશ્નર મહેશ કુમારની દીકરી છે. ગુનીશાને આ કામની પ્રેરણા તેની માતામાંથી મળી. એકવાર તેણે જોયું કે તેની માતાએ ઘરમાં કામ કરવા આવતા માસીની દીકરીને લેપટોપ આપ્યું જેથી તે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકે.

આ સમયે ગુનીશાને પણ વિચાર આવ્યો કે માતાની જેમ તેણે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. ગુનીશાએ ફ્રીમાં લેપટોપ અને સ્માર્ટફોન આપવા માટે એક વેબસાઈટ પણ બનાવી છે. વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ સરળ બનાવવા માટે એક IT એડવાઈઝર પણ કામ કરી રહ્યા છે.

એડવાઈઝર બાલાસુબ્રમણ્યમના જણાવ્યા પ્રમાણે, IT સેક્શનમાં કામ કરતી વખતે મને ક્યારેય વિદ્યાર્થીઓની મદદ કરવાનો વિચાર આવ્યો નહોતો. પરંતુ ગુનીશાને લીધે મને આ સારું કામ કરવાનો મોકો મળ્યો. અત્યાર સુધી તે 25 ડિવાઈસ વેચી ચૂકી છે. આ અઠવાડિયાંમાં તે 15 વિદ્યાર્થીઓને બીજા ડિવાઈસ આપવાની છે.

ગુનીશાએ કહ્યું કે, કોરોનાકાળને લીધે ઘણા લોકો બેરોજગાર છે, તેવામાં મારી જવાબદારી છે કે હું જરૂરિયાતમંદ સુધી ડિવાઈસ પહોંચાડુ જેથી તેમનો ઓનલાઈન અભ્યાસ ચાલુ રહે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો