નુકસાન / ઘડપણમાં ગુસ્સો કરવો ભારે પડી શકે છે, સંધિવા અને કેન્સર થવાનું જોખમ વધી જાય છે

divyabhaskar.com

May 13, 2019, 11:20 AM IST
Chronic anger can be severe, increased risk of arthritis and cancer

હેલ્થ ડેસ્કઃ એક નવા અભ્યાસના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વૃદ્ધાવસ્થા દરમિયાન ગુસ્સો આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉંમરમાં તાણ અને ઉદાસ રહેવાની સરખમાણીએ વધુ ગુસ્સો કરવાની ટેવ આરોગ્યને નુકસાન પહોંચાડે છે. અભ્યાસના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુસ્સો કરવાથી વૃદ્ધ લોકોના શરીરમાં સોજો આવવા લાગે છે, જેનાથી હૃદય રોગ, સંધિવા અને કેન્સર જેવા જીવલેણ રોગો થવાનું જોખમ ઊભું થાય છે.


આ અભ્યાસ સાયકોલોજી એન્ડ એજિંગ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસ માટે સંશોધકોએ 59થી 93 વર્ષની ઉંમરના 226 લોકોનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ અભ્યાસમાં સામેલ તમામ લોકોને 2 જૂથોમાં વહેંચવામાં આવ્યાં હતાં. એક જૂથમાં એવા લોકોને રાખવામાં આવ્યા, જે વૃદ્ધાવસ્થામાં આવવા જઈ રહ્યાં હતાં. જ્યારે બીજા ગ્રુપમાં વૃદ્ધ લોકોને રાખવામાં આવ્યા.


ત્યારબાદ અભ્યાસમાં સામેલ બધા લોકોને પૂછવામાં આવ્યું કે તેમને કઈ વાત પર સૌથી વધુ ગુસ્સો આવે છે અને કઈ વાતથી તેઓ દુઃખી થઈ જાય છે. સંશોધકોએ તપાસમાં એ શોધવાનો પ્રયાસ કર્યો કે શરીરને વધારે નુકસાન શેનાથી પહોંચે છે વધુ ગુસ્સો કરવાથી કે વધુ દુઃખી રહેવાથી?


અભ્યાસના સહ લેખક કાર્સ્ટેન વ્રોશે જણાવ્યું કે, 'અમે શોધી કાઢ્યું છે કે 80 વર્ષ કે તેથી વધુ વયના લોકો દ્વારા નિયમિત ગુસ્સો કરવાથી તેમના શરીરમાં વધુ સોજો આવવાથી લઇને અનેક રોગો થવાનું જોખમ વધી જાય છે. પરંતુ મધ્યમ વર્ગના લોકોમાં આવું નથી થતું. સંશોધકોનું માનવું છે કે શિક્ષણ અને ઉપચાર દ્વારા વૃદ્ધ લોકો પોતાની લાગણીઓ પર કાબૂ મેળવીને પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી શકે છે. જો આવું કરશે તો તે ઘડપણમાં થતા અનેક રોગોથી સુરક્ષિત રહી શકશે.'

X
Chronic anger can be severe, increased risk of arthritis and cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી