તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Christina Ozturk Babies | Russia Young Mother Christina Ozturk With 11 Childrean Wants 100 Babies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ગ ફેમિલી પ્લાનિંગ:23 વર્ષની ઉંમરે 11 બાળકોની માતા બની ક્રિસ્ટીના, તેનું લક્ષ્ય 105 બાળકોની માતા બનવાનું

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 23 વર્ષીય ક્રિસ્ટીના 10 બાળકો પછી પણ રોકાશે નહિ તેનું લક્ષ્ય 105 બાળકોની માતા બનવાનું
 • 10 મહિનામાં સરોગસીથી 10 બાળકોની ડિલિવરી થઈ, પ્રથમ બાળકનો જન્મ 10 માર્ચ 2020ના રોજ થયો

રશિયાની ક્રિસ્ટિના ઓઝ્ટર્ક 23 વર્ષની ઉંમરમાં 11 બાળકોની માતા બની ચૂકી છે. તેનાં પ્રથમ બાળકની ડિલિવરી 17 વર્ષની ઉંમરમાં થઈ હતી. છેલ્લા 10 મહિનામાં અન્ય 10 બાળકોની ડિલિવરી સરોગસીનાં માધ્યમથી થઈ છે. ક્રિસ્ટીનાના પતિ ગેલિપની ઈચ્છા છે કે તેમનાં 105 બાળકો થાય. ક્રિસ્ટીના કહે છે કે ખબર નહિ કેટલા બાળકોનાં પેરેન્ટ્સ બનીશું પરંતુ અમે 10 બાળકોનાં પેરેન્ટ્સ બની રોકાવાના નથી.

સરોગસીથી 10માં બાળકનો જન્મ 16 જાન્યુઆરીએ થયો
ક્રિસ્ટીના મોસ્કોમાં રહે છે અને તેનો 56 વર્ષીય પતિ ગેલિપ બિઝનેસમેન છે.તે કહે છે કે, અમે એ જાણવા માગીએ છે કે સરોગસીથી કેટલા બાળક કરી શકાય છે. પ્લાનિંગ બાદ સરોગસીથી થનારું પ્રથમ બાળક મુસ્તફા છે. તેનો જન્મ 10 માર્ચ, 2020ના રોજ થયો અને 10મી દીકરી ઓલિવિયાની ડિલિવરી 16 જાન્યુઆરી, 2021ના રોજ થઈ.

ક્રિસ્ટીનાનો પતિ ગેલિપ પહેલાંથી પરીણિત છે. એક ટૂર દરમિયાન તેમની મુલાકાત થઈ અને બંને પ્રેમમાં પડ્યા
ક્રિસ્ટીનાનો પતિ ગેલિપ પહેલાંથી પરીણિત છે. એક ટૂર દરમિયાન તેમની મુલાકાત થઈ અને બંને પ્રેમમાં પડ્યા

સિંગલ મધર ક્રિસ્ટીનાને જ્યોર્જિયા ટૂર પર પ્રેમ થયો
ક્રિસ્ટીના કહે છે કે, તમામ 10 બાળકોની સાર સંભાળ માટે અલગ અલગ ડાયરી બનાવી ગઈ છે. તે સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી ઊંઘે છે. તેમની સારસંભાળ રાખતી નૈની બાળકો સંબંધિત દરેક જીણવટભરી વાત ડાયરીમાં લખે છે.

ક્રિસ્ટીના સિંગલ મધર હતી. 6 વર્ષ પહેલાં તેણે પોતાની બાળકીને જન્મ આપ્યો હતો. કેટલાક વર્ષો પછી હોલિડે માટે તે જ્યોર્જિયા ગઈ હતી. આ દરમિયાન તેની મુલાકાત ગેલિપથી થઈ અને બંને પ્રેમમાં પડ્યા. ગેલિપ કહે છે કે, ક્રિસ્ટીના હસમુખ પણ છે અને શરમાળ પણ. મને તેની આ જ વાત ખૂબ ગમી ગઈ.

ક્રિસ્ટિનાનું કહેવું છે કે, ગેલિપના પ્રેમમાં પડ્યા પછી, હું તેની સાથે મારી પુત્રી સાથે રહેવા લાગી. તેમનાં પહેલાથી જ ઘણા બાળકો છે, પરંતુ મને તેનાથી કોઈ સમસ્યા નહોતી. અમે બંનેએ નક્કી કર્યું છે કે ઘણા બાળકો પ્લાન કરીશું. આ રીતે સરોગસીથી પેરેન્ટ્સ બનવાની શરૂઆત થઈ.

ક્રિસ્ટીના કહે છે કે, જે ક્લિનિકની મદદથી અમે પેરેન્ટ્સ બન્યા તે સેરોગેટ મધરની પસંદગી કરે છે
ક્રિસ્ટીના કહે છે કે, જે ક્લિનિકની મદદથી અમે પેરેન્ટ્સ બન્યા તે સેરોગેટ મધરની પસંદગી કરે છે

શું છે સરોગસી જે જ્યોર્જિયામાં 1997થી લાગુ છે
સરોગસી એક મહિલા અને એક દંપતિની વચ્ચેનો એક એગ્રીમેન્ટ હોય છે, જે પોતાનું બાળક ઈચ્છે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સરોગસીનો અર્થ થાય છે બાળકનાં જન્મ સુધી એક મહિલાનું ભાડાંનું ગર્ભાશય. જે મહિલા કોઈ દંપતિના બાળકને પોતાના ગર્ભાશયથી જન્મ આપવા માટે તૈયાર થઈ જાય છે તેને જ સરોગેટ મધર નામથી ઓળખવામાં આવે છે.

જ્યોર્જિયામાં 1997થી સરોગસી લાગુ છે. ક્રિસ્ટીનાના જણાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયાથી એક બાળકની ડિલિવરીમાં 7 લાખ રૂપિયા થાય છે.

પોતાની સૌથી મોટી દીકરી વિકા સાથે ક્રિસ્ટીના
પોતાની સૌથી મોટી દીકરી વિકા સાથે ક્રિસ્ટીના

બાળક માટે આ રીતે માતાની પસંદગી કરવામાં આવે છે
ક્રિસ્ટીના કહે છે કે, જે ક્લિનિકની મદદથી અમે પેરેન્ટ્સ બન્યા છીએ તેઓ અમારા માટે મહિલાની પસંદગી કરે છે. કાયદાકીય પ્રક્રિયા બાદ તે મહિલા અમારા બાળકની માતા બને છે. અમે તે મહિલા સાથે સંપર્કમાં નથી રહેતા, પરંતુ જરૂરી અપડેટ ક્લિનિકના એક્સપર્ટ દ્વારા મળતી રહે છે. અમારે માત્ર મહિલાઓનાં સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો