તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Chris Walton's Nails Are 10 Feet 2 Inches In Length, Recorded In Guinness Book Of World Records As The Longest Woman In The World

નખને લીધે દુનિયાભરમાં ફેમસ:ક્રિસ વોલ્ટને 10 ફૂટ 2 ઇંચ લંબાઈના નખથી દુનિયામાં સૌથી લાંબા નખ ધરાવતી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોકરીઓને નખ વધારવા ઘણા ગમે છે. ઘણી છોકરીઓ નખ સ્ટાઇલિશ લાગે એટલે વધારીને લાંબા કરે છે, પરંતુ આપણને ક્યારેક તો આટલા મોટા નખ જોઇને પ્રશ્ન પણ થાય છે કે તે આની સંભાળ કેવી રીતે રાખતી હશે.

અમેરિકાની રહેવાસી ક્રિસ વોલ્ટન સિંગર છે અને તેના નખની લંબાઈ આશરે 10 ફૂટ અને 2 ઇંચ છે. જ્યારે તે પોતાના બંને હાથ આગળ કરીને ચાલે છે ત્યારે તેને જોઇને કોઈ પણ ડરી જાય છે.

વર્ષ 2014માં ક્રિસે દુનિયામાં સૌથી લાંબા નાખવાળી મહિલાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. તેણે નખમાં સોનેરી આર્ટ પણ કર્યું હતું.

ક્રિસના બંને હાથના નખની લંબાઈ 20 ફૂટ હશે. તે પોતાના નખને લીધે દુનિયાભરમાં ફેમસ થઇ. આટલા મોટા નખ હોવા છતાં તે પોતાના કામ સરળતાથી કરી લેતી હતી. જો કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા પછી ક્રિસે પોતાના નખ કપાવી દીધા હતા.

ક્રિસને પોતાના ખિસ્સા કે પર્સમાંથી કોઈ વસ્તુ કાઢવી હોય તો તકલીફ થતી હતી. તેણે જેકેટની બહાર બટન કે ચેન જ લગાવી હતી જેથી તેને પહેરવામાં સરળતા રહે, પણ તે મોબાઈલ અને પિયાનો આરામથી ઓપરેટ કરી લેતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો