• Gujarati News
  • Lifestyle
  • Choose Smart Winter Wear To Look Stylish In Winter, It Will Protect You From The Cold And Make You Fashionable

વિન્ટર ફેશન ટિપ્સ:શિયાળામાં સ્ટાઈલિશ દેખાવા માટે સ્માર્ટ વિન્ટર વેરની પસંદગી કરો, તે તમને ઠંડીથી બચાવશે અને ફેશનેબલ બનાવશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાના વસ્ત્રો ખરીદતી વખતે એવા કપડાંને પ્રાથમિકતા આપવી જે વર્ષો સુધી ચાલે અને તેની ફેશન પણ હંમેશાં રહે

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે ફેશનની સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. શિયાળામાં સ્ટાઈલિશ દેખાવું સરળ છે, તમારે માત્ર કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું છે. ફેશન ડિઝાઈનર શ્રુતિ સંચેતિએ વિન્ટર વેરના એવા સ્માર્ટ ઓપ્શન જણાવ્યા છે, જેને પહેરવાથી તમે ફેશનેબલ દેખાશો અને ઠંડીથી પણ બચી શકશો.

શ્રુતિ સંચેતિના જણાવ્યા પ્રમાણે, આપણા દેશમાં વિન્ટર બહુ ઓછા સમય માટે રહે છે, તેથી આપણે શિયાળાના વસ્ત્રો ખરીદતી વખતે એવા કપડાંઓને પ્રાથમિકતા આપવી જોઈએ, જે વર્ષો સુધી ચાલે અને તેની ફેશન પણ હંમેશાં રહે. અત્યારે ટ્રાન્સ સિઝનલ એટલે કે સિઝન ફ્લુઈડની ફેશન છે, જેમાં એક સિઝનના કપડા બીજી સીઝનમાં પહેરવામાં આવે છે, જેથી બિનજરૂરી ખર્ચાથી બચી શકાય છે. કશ્મીરની પશ્મીના શોલ, જયપુરની ક્વિલ્ટવાળી સાંગાનેરી જેકેટ પહેરીને તમે સુંદર દેખાઈ શકો છો અને તેને તમે વર્ષો સુધી પહેરી શકશો. વિન્ટરમાં ટસર સિલ્ક, મુંગા, ખાદી ફેબ્રિક પહેરી શકાય છે, તે સ્ટાઈલિશ દેખાય છે અને ઠંડીથી બચાવે છે. વિન્ટર માટે અલગથી શોપિંગ કરવાની જરૂર નથી પડતી, તેથી જેકેટ, ટ્રેન્ચ, કોટ, શોલ, સ્ટોલને તમે રેગ્યુલર આઉટફિટ્સની સાથે પહેરીને તમે તમારો લુક બદલી શકો છો. રેગ્યુલર ડેનિમ અને ટોપની સાથે જેકેટ પહેરી શકાય છે.

શિયાળામાં પશ્મીના શોલની ગ્રેસ અલગ જ દેખાય છે. પશ્મીના શોલને સાચવવી જરૂરી છે. આ શોલ પૈતૃક દાગીનાની જેમ પેઢી દર પેઢી ચાલતી આવે છે અને વિન્ટર વેર કલેક્શનમાં તેની ખાસ જગ્યા હોય છે. યંગસ્ટર્સ વેસ્ટર્ન વેરની સાથે શોખથી પશ્મીના શોલ લેતા હોય છે. આ કિંમતી શોલને સાચવવી જરૂરી હોય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પશ્મીના શોલમાં ક્યારેય પણ ફૂડ પાર્ટિકલ્સ ફસાય ન જાય. શોલને મલમલના કપડામાં લપેટી રાખો, જેનાથી તેમાં સફેદ ફૂગ ન વળે. શોલને હંમેશાં ડ્રાઈક્લિન કરાવો.

વિન્ટરમાં લગ્નની સિઝન પણ હોય છે એટલા માટે આ સિઝનમાં તમે સાડીની સાથે ટ્રેન્ચ કોટ, પલાઝો અથવા ઘાઘરાની સાથે બુલેરો જેકેટ, કૂર્તાની સાથે સ્ટોલ અને બેલ્ટ પહેરી શકો છો. વિન્ટરમાં ડાર્ક મેકઅપથી તમે તમારો લુક બદલી શકો છો. વિન્ટરમાં મેકઅપ ખરાબ નથી થતો એટલા માટે મહિલાઓ વિન્ટરમાં મેકઅપનો શોખ પૂરો કરી શકે છે.

શિયાળામાં બુટમાં ઈન્વેસ્ટ કરવું પણ એક સારો ઓપ્શન છે. વિન્ટરમાં તમે ઠંડીથી બચવા માટે બુટ અને ક્લોઝ શૂઝ પહેરીને અલગ લુક ક્રિએટ કરી શકો છો. વુલન લેગિંગ, સ્વેટર ડ્રેસ, બ્લેઝર, વુલન સ્કાર્ફ, થર્મલ ઈનર લાઈનર, કાર્ડિગન, ઓવર કોટ, લેધર જેકેટ અને ગ્લવ્ઝ વિન્ટરની સાથે તેને તમારા કલેક્શનમાં સામેલ કરો.