• Home
  • Lifestyle
  • Health
  • Chinese scientists developed human brains in monkeys to understand man's brain, out of 11 6 monkeys died

પ્રયોગ / માણસના મગજને સમજવા ચીની વૈજ્ઞાનિકોએ વાંદરામાં મનુષ્ય જેવું મગજ વિકસિત કર્યું, 11માંથી 6 વાંદરાઓ મૃત્યુ પામ્યા

Chinese scientists developed human brains in monkeys to understand man's brain, out of 11 6 monkeys died

  • જીનેટિકલી મોડિફાઇડ વાંદરાઓના ભ્રૂણમાં વાઇરસની મદદથી મનુષ્યનું મગજ વિકસિત કરનારા જીન ઈન્જેક્ટ કર્યું
  • પ્રયોગ દરમિયાન 11માંથી 6 વાંદરાનું મૃત્યુ થયું, ઘણા દેશોના વૈજ્ઞાનિકોએ ટીકા કરી
     

divyabhaskar.com

May 22, 2019, 12:28 PM IST

હેલ્થ ડેસ્કઃ ચીનના વૈજ્ઞાનિકોએ માનવનું મગજ કેવી રીતે વિકસે છે તે જાણવા માટે નવો પ્રયોગ કર્યો છે. વૈજ્ઞાનિકોએ આ માટે વાંદરામાં મનુષ્યનું મગજ વિકસાવવા તેમના શરીરમાં જીન દાખલ કર્યું હતાં. સંશોધન મુજબ, માઇક્રોસેફાલિન (MCPH1) જીનને વાંદરાના ભ્રૂણમાં એક વાઇરસની મદદથી છોડવામાં આવ્યું. આ જીન બ્રેનના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


વાંદરાની મેમરી અને રંગોને ઓળખવાની ક્ષમતાને આધાર બનાવ્યો
સંશોધનકારો અનુસાર, આ પ્રક્રિયામાં 11 જીનેટિકલી મોડિફાઇડ વાંદરાઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રયોગ દરમિયાન જ 6 વાંદરાઓનું મૃત્યુ થઈ ગયું. બાકીના જીવિત 5 વાંદરાઓની યાદશક્તિ અને રંગો ઓળખવાની ક્ષમતાને આધારે મગજને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો.


આ વાંદરાઓના મગજે પણ વિકસિત થવામાં મનુષ્ય જેટલો જ સમય લીધો. વાંદરામાં વિકસિત થયેલા મગજનો આકાર મનુષ્ય જેવો જ છે. કુનમિંગ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઝુઓલોજીના સંશોધક બિંગ શૂનું કહેવું છે કે, આ પહેલી વખત છે જ્યારે જીનેટિકલી મોડિફાઇડ વાંદરાઓની મદદથી માનવ મગજના વિકાસને સમજવામાં આવી રહ્યું છે.


આ પ્રયોગમાં શરૂઆતી સફળતા મળવાથી ચીની વૈજ્ઞાનિકો ખુશ છે, જ્યારે અન્ય દેશોના વૈજ્ઞનિકો આ પ્રયોગને લાપરવાહી અને નીતિઓ વિરુદ્ધ કરાયેલો પ્રયોગ માની રહ્યા છે. કોલોરાડો યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ સિકેલાનું કહેવું છે કે આ પ્રયોગ બહુ જોખમી છે.

X
Chinese scientists developed human brains in monkeys to understand man's brain, out of 11 6 monkeys died
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી