• Gujarati News
  • Lifestyle
  • China's You Jianxia Wins World's Longest Eyelash Title With 8 inch Eyelashes, A Gift From Lord Buddha

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ:ચીનની યુ જિયાન્શિયાએ 8 ઈંચની પાંપણ સાથે વર્લ્ડ્સ 'લોન્ગેસ્ટ આઈલેશ' ટાઈટલ મેળવ્યું, તેના મત મુજબ આ ભગવાન બુદ્ધની ગિફ્ટ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુ જિયાન્શિયાએ 2016માં 4.88 ઈંચની પાંપણ માટે વર્લ્ડ રેકોર્ટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું
  • પહેલાં તેને લાગતું આ કોઈ બીમારી છે, પરંતુ હવે તેને તે ભગવાન બુદ્ધની ગિફ્ટ ગણે છે
  • જિયાન્શિયાની 8 ઈંચની પાંપણ હોવાથી તે આઈશૅડો કે આઈલાઈનર જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરતી નથી

પોતાની સુંદરતા વધારવા માટે દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેની આઈ લેશિશ (આંખના પાપણ) ઘટ્ટ અને લાંબા હોય. ઘટ્ટ આઈ લેશિશ માટે મહિલાઓ મશ્કારા અને આઈલાઈનરનો ઉપયોગ કરી તેમની સુંદરતા વઘારતી હોય છે. પરંતુ ચીનની યુ જિયાન્શિયાને બાય ડિફોલ્ટ જ મશ્કારા અટેચ છે. જી હા જિયાન્શિયાની પાંપણો એટલી લાંબી છે કે તેણે પોતાનો જ જૂનો રેકોર્ટ તોડી 'લોન્ગેસ્ટ આઈલેશ'નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

વર્ષ 2016માં 4.88 ઈંચની સાઈઝ સાથે જિયાન્શિયાએ આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. આ વર્ષે તેણે પોતાનો રેકોર્ડ તોડી 8 ઈંચની પાપણ સાથે વર્લ્ડ રેકોર્ડમાં ફરી પોતાનું નામ નોંધાવ્યું છે. જિયાન્શિયાની પાપણ એટલી લાંબી અને ઘટ્ટ છે કે પહેલી નજરે એવું લાગે કે તેણે આવી આઈલાઈનર લગાવી છે, પરંતુ હકીકત એ છે કે આ તેની નેચરલ મશ્કારા છે.

જિયાન્શિયાને પહેલાં આટલી લાંબી પાંપણને કારણે ગભરાઈ ગઈ હતી
જિયાન્શિયા કહે છે કે 2015થી તેની પાંપણો વધવાની શરૂઆત થઈ. પહેલાં તેનો ગ્રોથ સામાન્ય રહ્યો. અચાનક તેની સાઈઝમાં વધારો થતા તે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર પાસે પણ તેનું કોઈ યોગ્ય કારણ નહોતું. છેવટે તેણે આપમેળે સાયન્ટિફિક કારણો શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું ચોક્કસ કારણ જાણી શકી નહિ.

પોતાની લાંબી પાંપણને તે બુદ્ધ ભગવાનની ગિફ્ટ સમજે છે

ઘણા પ્રયાસ કર્યા કે તે પોતાની લાંબી પાંપણનું રહસ્ય જાણી શકે પરંતુ તેને તે ક્યારેય મળ્યું જ નહિ. તેના મત મુજબ, તે થોડા વર્ષો પહેલાં 480 દિવસ પહાડોમાં રહી હતી. તે દરમિયાન ભગવાન બુદ્ધએ તેને આ ગિફ્ટ આપી છે.

વિધાઉટ મેકઅપ 'મેકઅપ' લુક

જિયાન્શિયા કહે છે કે તે ખુબ ખુશ છે કે તેને આવી ગોડ ગિફ્ટ મળી. તેને આર્ટિફિશયલ મેકઅપ કરવાની જરૂર પડતી નથી. ન તો તે આઈશૅડો યુઝ કરે છે ન તો આઈલાઈનર. તેની પાંપણ જ નેચરલ આઈલાઈનર બની જાય છે.

8 ઈંચની પાંપણો સાથે સામાન્ય જીવન
આટલી મોટી પાંપણ સાથે જિયાન્શિયાને ડે ટુ ડે લાઈફમાં કોઈ તકલીફ પડતી નથી. તે જણાવે છે કે તેની નેચરલ આઈલાઈનરને લીધે તેને ક્યારેય કોઈ તકલીફ પડી નથી. તેને લીધે માત્ર તેને ખુશી જ મળી છે.

અન્ય સમાચારો પણ છે...