• Gujarati News
  • Lifestyle
  • China Will Send Monkeys Into Space, 3 Big Challenges... Such Tests Have Already Been Done Before

શું અંતરિક્ષમાં પ્રજનન થઈ શકે?:વાંદરાઓને સ્પેસમાં મોકલશે ચીન, 3 મોટા પડકારો... આ પહેલાં પણ આવા ટેસ્ટ થઈ ચૂક્યા છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનની સ્પેસ એજન્સી વાંદરાઓને અંતરિક્ષમાં મોકલી રહી છે. આ પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે, અંતરિક્ષમાં પ્રજનન સંભવ છે કે નહીં. જો કે, એજન્સીએ હજુ તારીખ તો જાહેર કરી નથી પણ પ્રોજેક્ટ વિશે માહિતી જરુર આપી છે. 43 વર્ષ પહેલાં સોવિયેત સંઘે પણ આવો જ પ્રયોગ કર્યો હતો.

1. કેપ્સૂલમાં રહેશે વાંદરાઓ, અહીં તમામ ટ્રાયલ થશે
ચીનનું તિયાંગોંગ સ્પેસ સ્ટેશન વર્તમાન સમયમાં જ બનીને તૈયાર થયું છે. હવે વૈજ્ઞાનિકો અહીં પ્રયોગ કરશે. અહીં અંતરિક્ષમાં પ્રજનન પર સંશોધનનો સૌથી મોટો શરુ કરવામાં આવ્યો છે. તેને ચાઈનીઝ એેકેડમી ઓફ સાયન્સ લીડ કરી રહી છે. સ્પેસ સ્ટેશનમાં વેન્ટિયન નામનું સૌથી મોટું કેપ્સૂલ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર લાઈફ એન્ડ સાયન્સ સંબંધિત પ્રયોગ થશે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકો ઉપકરણો પર કામ કરી રહ્યા છે.

2. સ્પેસમાં આબાદી કેવી રીતે વધશે, તેના પર રિસર્ચ થશે
રિસર્ચર ઝાંગ લૂ એ જણાવ્યું કે, ઉંદરો અને આફ્રિકી વાંદરાઓ પર અભ્યાસ કરીને એ જાણવામાં આવશે કે, અંતરિક્ષમાં પ્રજનન કેવી રીતે થશે? અને આબાદી કેવી રીતે વધશે? તેનાથી અંતરિક્ષના વાતાવરણમાં તેમનું વર્તન અને પ્રજનનથી જોડાયેલ પાસાઓેને સમજવામાં મદદ મળશે.

વર્ષ 1959માં એક માદા મંકી બેકરે NASAની 15 મિનિટની ઉડાન ભરી હતી
વર્ષ 1959માં એક માદા મંકી બેકરે NASAની 15 મિનિટની ઉડાન ભરી હતી

3. વાંદરાઓ માણસો જેવા દેખાતા હતા, તેથી તેઓ પસંદ કરવામાં આવ્યા હતા
આ પ્રોજેક્ટ માટે વાંદરાઓને વિશેષ રીતે એટલા માટે પસંદ કરવામાં આવ્યા કારણ કે, તેમને માનવીનાં પૂર્વજ માનવામાં આવે છે. માનવી અને વાંદરાઓની પ્રજનન પ્રક્રિયામાં પણ અનેક સમાનતા હોય છે. માણસોની જેમ તે પણ સ્તનધારી જીવ છે. આ કારણોસર બાયોલોજીનાં દ્રષ્ટિકોણથી તેમના પર ટ્રાયલ કરવું યોગ્ય છે.

4. ખાણીપીણી, સ્પર્મ અને એગની સુરક્ષા માટે સૌથી મોટો પડકાર
શિંધુઓ યૂનિવર્સિટીનાં પ્રોફેસર કેહકૂઈ કી એ કહ્યું કે, અંતરિક્ષમાં પશુઓની સાઈઝની સાથે જ વૈજ્ઞાનિકોનાં પડકારોમાં પણ વૃદ્ધિ થશે. અવકાશયાત્રીઓ પર વાંદરાઓને ખવડાવવાની અને તેનો કચરો સાફ કરવાની જવાબદારી પણ રહેશે.
પહેલા કરવામાં આવેલા એક્સપેરિમેન્ટમાં જાણવા મળ્યું કે, સ્પેસમાં પશુઓનાં સેકસ હોર્મોન્સમાં એકાએક ઘટાડો આવી શકે છે. અમુક પ્રજનન અંગો પણ ખરાબ થઈ શકે. લાંબા સમય સુધી સ્પેસ રેડિએશનમાં રહેવાના કારણે સ્પર્મ અને એગની ક્વોલિટી ખરાબ થઈ શકે છે.
આ વાંદરાઓ ભલે પિંજરામાં હોય પરંતુ, અંતરિક્ષમાં એક કેપ્સૂલમાં બંધ રહેવાના કારણે તેમનું વર્તન બદલી શકે છે. તે ખાવાની ના પાડી શકે છે અથવા તો વાળ ખેંચવા જેવી હરકતો પણ કરી શકે. તેમનામાં ભયની ગ્રંથિ પણ ઊભી થઈ શકે છે. સ્પેસમાં તેમને શાંત કરવા પણ પડકારજનક સાબિત થઈ શકે.

સોવિયત સંઘે વર્ષ 1989માં ડ્રાયોમા નામના વાંદરાને અંતરિક્ષમાં મોકલ્યો હતો, તે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછો ફર્યો હતો
સોવિયત સંઘે વર્ષ 1989માં ડ્રાયોમા નામના વાંદરાને અંતરિક્ષમાં મોકલ્યો હતો, તે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછો ફર્યો હતો

5. સ્પેસમાં ઉંદરો પ્રેગ્નન્ટ થયા પણ ધરતી પર જન્મ ન આપ્યો
સ્પેસમાં સ્તનધારી જીવોમાં પ્રજનનની દર હજુ સુધી ઝીરો રહી છે. વર્ષ 1979માં કોલ્ડ વોર દરમિયાન સોવિયેત સંઘે 18 દિવસ માટે ઉંદરોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. તેનો હેતુ પણ પ્રજનન પર રિસર્ચ કરવાનો હતો. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, અમુક ઉંદરોએ શારીરિક પડકારોનો સામનો કરીને સંબંધ બનાવ્યા. તેમાંથી અમુકમાં પ્રેગ્નન્સીનાં લક્ષણો પણ જોવા મળ્યા પણ પૃથ્વી પર પાછા આવ્યા પછી તેમાંથી કોઈએ એક બાળકને પણ જન્મ ન આપ્યો.

6. NASAએ સ્પેસમાં મરઘીનાં ઈંડા મૂક્યા, ત્યાં જ બચ્ચાઓને જન્મ આપ્યો
અમેરિકી સ્પેસ એજન્સી NASAએ હજુ સુધી અંતરિક્ષમાં અમીબા, જંતુ , મધમાખી, કરોળિયા, ગોકળગાય, જેલીફિશ, દેડકા, સસલા, કાચબા, મરઘીનાં ઈંડા, ઉંદરો વગેરે મોકલ્યા હતા. એક એક્સપેરિમેન્ટમાં ધરતીથી મરઘીનાં ઈંડા મોકલ્યા પછી વૈજ્ઞાનિકો જોવા ઈચ્છતા હતા કે, તેનું શું થશે? સ્પેસની ઝીરો ગ્રેવિટીમાં પણ ઈંડામાંથી બચ્ચા એવી રીતે જ જનમ્યા જેવી રીતે પૃથ્વી પર જન્મે છે. બીજી તરફ જેલીફિશ પર થયેલ પ્રયોગમાં બચ્ચાઓએ જન્મ તો લીધો પણ જીવવા માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો.

NASAએ સોવિયત યુનિયન ઉપરાંત વર્ષ 1950માં સૌથી પહેલાં ઉંદરોને અંતરિક્ષમાં મોકલ્યા હતા
NASAએ સોવિયત યુનિયન ઉપરાંત વર્ષ 1950માં સૌથી પહેલાં ઉંદરોને અંતરિક્ષમાં મોકલ્યા હતા

હવે જાણીએ અંતરિક્ષમાં કરવામાં આવેલા રોચક પ્રયોગો વિશે....

  • સ્પેસમાં જનારું પહેલું પ્રાણી મધમાખી હતું. સજીવના જીવવિજ્ઞાન પર અવકાશની અસરને સમજવા માટે આ મોકલવામાં આવ્યા હતા. નાસા હજુ પણ અનેક પ્રયોગો માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મધમાખીઓ મોકલે છે.
  • નાસાએ 1942માં પહેલીવાર એક વાંદરાને અંતરિક્ષમાં મોકલ્યો હતો. જો કે, ફ્લાઇટ દરમિયાન ગૂંગળામણને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ પછી, 1948માં એક વાંદરાને મોકલવામાં આવ્યો હતો પરંતુ, પૃથ્વી પર પાછા ફરતી વખતે તેનું મૃત્યુ પણ થયું હતું. આવા કુલ 5 વાંદરાઓએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 1951માં એક વાંદરો અને કેટલાક ઉંદરોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા, તેઓ પૃથ્વી પર પાછા ફરવામાં પણ સફળ રહ્યા હતા, પરંતુ થોડા કલાકો બાદ તેમનું મૃત્યુ પણ થયું હતું.
આલ્બર્ટ, વાંદરો જે ફ્લાઇટમાં પહેલી વખત NASA ગયો હતો
આલ્બર્ટ, વાંદરો જે ફ્લાઇટમાં પહેલી વખત NASA ગયો હતો
  • વર્ષ 1957માં સોવિયત સંઘે પહેલીવાર લાઈકા નામની ફીમેલ ડોગને અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. જો કે, તેને પૃથ્વી પર પાછો લાવવાનો કોઈ પ્લાન નથી. વૈજ્ઞાનિકો એવું માને છે કે, સ્પેસમાં અમુક કલાકો પછી તેની મોત થઈ ગઈ.
ઉડાન પહેલાં ફીમેલ ડોગ લાઈકાની ફોટો
ઉડાન પહેલાં ફીમેલ ડોગ લાઈકાની ફોટો
  • NASAએ 1961માં પહેલીવાર એક ચિમ્પાન્ઝી ને પૃથ્વીની બહાર મોકલવામાં આવ્યો હતો. મિશન પરથી પરત આવ્યા પછી તેને કંઈ થયું નહીં. બસ તેમાં થોડો થાક અને ડિહાઈડ્રેશન જોવા મળ્યું. હેમ નામના ચિમ્પાન્ઝી એ જ પહેલાં અવકાશયાત્રી એલન બી શેપર્ડ માટે સ્પેસમાં જવાનો રસ્તો ખોલ્યો.
ચિમ્પાન્ઝી હેમની મોત એક ઝૂમાં વર્ષ 1983માં થઈ હતી
ચિમ્પાન્ઝી હેમની મોત એક ઝૂમાં વર્ષ 1983માં થઈ હતી
  • વર્ષ 1968માં સોવિયત સંઘે કાચબા, મીલ વર્મ, વાઈન ફ્લાઈ જેવા અમુક જીવ અંતરિક્ષમાં મોકલ્યા. આ બધાએ પહેલીવાર ચંદ્રનું એક ચકકર પણ લગાવ્યું. પૃથ્વી પર આવ્યા પછી કાચબાનું વજન 10% ઓછું જોવા મળ્યું હતું.