તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા:કોરોના મહામારીમાં સ્ટ્રેસમાંથી હાશકારો મેળવવા બસ ડ્રાઈવરે સતત 365 દિવસ તળાવમાં છલાંગ મારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેન ઓ'કોનરને આમ કરવામાં એટલી મજા આવી કે તેણે એક વર્ષ સુધી ચાલુ રાખ્યું
  • દુનિયાનો ઘોંઘાટ ભૂલી બસ ડ્રાઈવર ટોચ પર ઊભો રહેતો અને પછી જમ્પ કરતો

કોરોના મહામારીને લીધે દુનિયાનાં અનેક લોકોનો સ્ટ્રેસ વધી ગયો ઘણા લોકોને તો માનસિક બીમારીઓનો સામનો કરવો પડ્યો છે. આ મહામારીએ શારીરિક અને માનસિક એમ બંને રીતે અસર કરી છે. અમેરિકાનાંશિકાગો શહેરમાં રહેતા બસ ડ્રાઈવરે આ સ્ટ્રેસથી હાશકારો મેળવવા માટે 365 દિવસ સુધી સળંગ મિશિગન તળાવમાં છલાંગ લગાવીને સ્વિમિંગ કર્યું હતું. શનિવારે તેમણે સતત 365 દિવસ સુધી આ કામ કરીને દરેકનું ધ્યાન ખેંચ્યું.

ડેન ઓ'કોનર એક બસ ડ્રાઈવર છે. કોરોના મહામારીમાં આજુબાજુના તંગ વાતાવરણમાંથી રિલેક્સ થવા માટે તેમણે તળાવમાં રોજ જમ્પ મારવાના શરુ કર્યા હતા. આ કામમાં તેમને એટલી બધી મજા આવી કે સતત એક વર્ષ એટલે કે 365 દિવસ સુધી એક પણ બ્રેક લીધા વગર આ કામ ચાલુ રાખ્યું.

365 દિવસનો અનુભવ અવર્ણનીય છે
ત્રણ બાળકોના પિતા ડેને પોતાના આ અનુભવ વિશે કહ્યું, એ સમયે મહામારી ચાલુ હતી. પ્રોટેસ્ટ ચાલુ હતા, ઇલેક્શન ચાલુ હતું,.. આ બધી સ્થિતિ દરમિયાન હું આ જગ્યાએ આવતો અને દુનિયાનો ઘોંઘાટ ભૂલીને પોતાને તળાવ સાથે કનેક્ટ કરતો હતો. 365 દિવસનો અનુભવ અવર્ણનીય છે.

ડેનના શરીર પણ ઘણી બધી ઈજાઓ પણ થઈ હતી
શિયાળામાં તળાવમાં બરફ જામી ગયો હોવાથી જમ્પ કરવું થોડું અઘરું પડ્યું હતું પણ ડેને પોતાની રીતે મેનેજ કરી લીધું. વિન્ટરમાં જમ્પ કર્યા ત્યારે ડેનના શરીર પણ ઘણી બધી ઈજાઓ પણ થઈ હતી તેમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું.

ડેને કહ્યું, લોકો મને પૂછતા કે આવું કરવાથી તમને શું અનુભવ અને ફાયદો થાય છે? મેં કહ્યું, એક અજાણી વ્યક્તિ સાથે હું ઓનલાઈન વાતો કરું છું. હું મારા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો ત્યારે લોકો મારા વખાણ કરતા અને મને પ્રોત્સાહિત કરતા. તેમની કમેન્ટથી મારો દિવસ સુધરી જતો અને આ બધું જોઇને મને ઘણું સારું લાગ્યું.