તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અભ્યાસની લગન:શિકાગોની બ્રાયના હિલ 38 અઠવાડિયાંની પ્રેગ્નન્સી દરમિયાન પરીક્ષા આપવા ગઈ, એક્ઝામ દરમિયાન લેબર પેન શરુ થયું તેમ છતાં પેપર આપીને હોસ્પિટલ ગઈ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિકાગોમાં રહેતી બ્રાયના હિલ લોયોલા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી, તે 38 વીકની પ્રેગ્નન્સી દરમિયાન પરીક્ષા આપવા ગઈ હતી. કમ્પ્યુટર પર બેસીને તે ઓનલાઈન પરીક્ષા આપી રહી હતી તે દરમિયાન તેને લેબર પેન શરુ થયું. આવી સ્થિતિમાં તેની પાસે સીટ છોડવાનો કોઈ ઓપ્શન નહોતો. જો તે સીટ પરરહી ઊભી થઇ જતી તો તેની પર ચીટીંગનો આરોપ લાગી શકતો હતો. તે પરીક્ષામાં ફેલ પણ થઇ શકે તેમ હતી.

ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેમેરાની સામે જ રહેવું પડે છે આથી તે સીટ પરથી ઊભી ના થઇ અને એક કલાક સુધી લેબર પેન સહન કરીને પેપર આપ્યું. બ્રાયનાએ કહ્યું કે, પરીક્ષા આપ્યા પછી મેં બ્રેક લીધો અને માતા પતિ અને માતાને ફોન કર્યો. પીડા થતી હોવા છતાં મેં એક્ઝામ આપી અને મારા પતિને કહી દીધું હતું કે મારે હોસ્પિટલ આવતા વાર લાગશે.

બ્રાયનાએ જણાવ્યું કે, હું ઘરમાં હંમેશાં મજાકમાં કહેતી હતી કે, હું મારી પરીક્ષા હોસ્પિટલના બેડ પર આપીશ, પરંતુ મને ખબર નહોતી કે મારી ડિલિવરી આવી રીતે થશે. પરીક્ષા પૂરી કરી હું હોસ્પિટલમાં એડમિટ થઇ અને દીકરાને જન્મ આપ્યો.

ડિલિવરી પછી બીજા દિવસે પણ બ્રાયનાની પરીક્ષા હતી, તેણે આ વાત હોસ્પિટલના સ્ટાફને કહી તો તેમણે બ્રાયનાને ઓનલાઈન પરીક્ષા આપવા માટે ખાલી રૂમ આપ્યો અને બહાર લખ્યું ડુ નોટ ડિસ્ટર્બ. તેણે પરીક્ષાના બ્રેકમાં દીકરાનું ધ્યાન પણ રાખ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો