રિસર્ચ / ચ્યુંઈંગ ગમ ચાવવાથી કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે

divyabhaskar.com

May 15, 2019, 12:41 PM IST
Chewing gum raises the risk of developing colorectal cancer

હેલ્થ ડેસ્કઃ જો તમે પણ બહુ ચ્યુઇંગ ગમ ચાવતા હો અથવા ખોરાકમાં વ્હાઇટ કલરની મેયોનિઝનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો સચેત થઈ જાયો. આ વસ્તુઓમાં રહેલાં ફૂડ એડિટિવના કારણે તમને કોલોરેક્ટલ કેન્સર જેવો ગંભીર રોગ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.


આહારમાં રૂપ, રંગ, ગંધ અથવા અન્ય કોઈ ગુણ જાળવવા અથવા વધારવા માટે ઉપયોગમાં લેવાતા એજન્ટ્સને ફૂડ એડિટિવ કહેવામાં આવે છે. ચ્યુઇંગ ગમ અથવા મેયોનિઝ જેવી વસ્તુઓમાં વ્હાઇટનિંગ એજન્ટ તરીકે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફૂડ એડિટિવના કારણે પેટમાં બળતરા અને કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ રહે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.


E171 જેને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ નેનોપાર્ટિકલ્સ કહેવાય છે, તે એક ફૂડ એડિટિવ છે. તેનો ઉપયોગ વ્હાઈટનિંગ એજન્ટ તરીકે મોટા પ્રમાણમાં ખાણી-પીણીની અનેક વસ્તુઓ અને એટલે સુધી કે દવાઓમાં પણ થાય છે. આ ફૂડ એડિટિવની આપણા શરીર પર શું અસર પડે છે એ જાણવા માટે ઉંદરો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં ઉંદરોનE171નો ઉપયોગ 900થી પણ વધુ ફૂડ પ્રોડક્ટ્સમાં થાય છે અને સામાન્ય લોકો દરરોજ મોટી સંખ્યામાં આ ફૂડ એડિટિવનું સેવન કરે છે.


આંતરડાં પર ખરાબ અસર પડે છે
ફ્રન્ટિયર્સ ઈન ન્યુટ્રિશિયન નામની જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે એવી ફૂડ આઇટમ્સનું સેવન કરવું જેમાં E171 ફૂડ એડિટિવ સામેલ હોય. તેની સીધી અસર આપણાં આંતરડાં પર પડે છે. જેના કારણે પેટના રોગો અને કોલોરેક્ટલ કેન્સર જેવા ખતરનાક રોગો થવાની શક્યતા રહે છે. જોકે, તેમ છતાં, અત્યાર સુધી ફૂડ એડિટિવ્સનો આપણાં શરીર પર શું અસર થાય છે એ વિશે વધુ જાણકારી મળી નથી. આ દિશામાં વધુ સંશોધન થઈ રહ્યું છે.

X
Chewing gum raises the risk of developing colorectal cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી