પ્લાસ્ટિક બની રહ્યું છે ‘ઝેર’:નાના બાળકોના રમકડાં, શેમ્પૂ અને ફૂડ કન્ટેનર્સમાં હાજર કેમિકલને લીધે દર વર્ષે 1 લાખ લોકો પર અકાળે મૃત્યુનું જોખમ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં થેલેટ્સ કેમિકલને લીધે આશરે 1,07,283 લોકોના મૃત્યુ થઈ શકે છે

દિવસેને દિવસે માણસો માટે પ્લાસ્ટિક એક સ્લો ‘પોઇઝન’ બની રહ્યું છે. આ બાબતે અમેરિકન વૈજ્ઞાનિકોએ લોકોએ અલર્ટ કર્યા છે. બાળકોના રમકડાં, શેમ્પૂ અને ફૂડના પ્લાસ્ટિક કન્ટેનરમાં હાજર કેમિકલ્સને લીધે દર વર્ષે 1 લાખ લોકોના અકાળે મૃત્યુ થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું, પ્લાસ્ટિકમાં હાજર થેલેટ્સ નામના કેમિકલથી અમેરિકામાં દર વર્ષે 55થી 65 વર્ષના 1,07,000 વૃદ્ધના અકાળે મૃત્યુ થઈ શકે છે. છેલ્લા એક દાયકામાં થેલેટ્સનું કનેક્શન નપુંસકતા અને મેદસ્વિતા સાથે મળ્યું છે. આ કનેક્શન પછી તો ઘણા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો કરી દીધો છે.

પ્લાસ્ટિકનું આયુષ્ય વધારવા થેલેટ્સ જરૂરી
સંશોધક ડૉ. લિયોનાર્ડો ટ્રેસેન્ડે કહ્યું કે, લાંબા સમય સુધી પ્લાસ્ટિકની પ્રોડક્ટ ટકી શકે તે માટે તેમાં થેલેટ્સ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓમાં ફ્લોરિંગ, પ્લાસ્ટિક પેકેજિંગ અને ગાર્ડન ઈક્વિપમેન્ટ સામેલ છે. તેનાથી મૃત્યુનું રિસ્ક વધે છે.

3 પોઇન્ટમાં રિસર્ચ સમજો

  • પ્લાસ્ટિકના જોખમ સમજવા માટે અમેરિકાની NYU લેન્ગન હેલ્થના રિસર્ચરે વર્ષ 2001થી 2010 દરમિયાન રિસર્ચ કર્યું. રિસર્ચમાં 55થી 64 વર્ષની ઉંમરના 5,303 લોકોને સામેલ કર્યા.
  • આ લોકોના શરીરમાં થેલેટ્સની કેટલી માત્રા છે, તે જાણવા તેમનું યુરિન સેમ્પલ લીધું અને તપાસ કરી. રિપોર્ટમાં પરિણામો અને મૃત્યુના જોખમ વચ્ચેનું કનેક્શન સમજ્યા.
  • જર્નલ એન્વાયર્નમેન્ટ પોલ્યુશનમાં પબ્લિશ રિપોર્ટમાં ખબર પડી કે, જે લોકોમાં થેલેટ્સનું પ્રમાણ વધારે હતું તેમનામાં મોતનું જોખમ પણ વધારે હતું. અમેરિકામાં થેલેટ્સને લીધે આશરે 1,07,283 લોકોના મૃત્યુ થઈ શકે છે.

પ્લાસ્ટિકથી આપણને કેટલું નુકસાન?
સંશોધકોએ કહ્યું કે, થેલેટ્સ ધરાવતી પ્લાસ્ટિકની વસ્તુઓમાં ભોજન ખાવા-પીવા કે શ્વાસ દ્વારા ઝેરી કણ શરીરમાં પહોંચી શકે છે. આવા પ્લાસ્ટિકમાંથી બનેલા રમકડાં સાથે બાળકો વધારે સમય સુધી રમે છે કે મોઢામાં નાખે છે તો પણ રિસ્ક વધે છે.

શરીરમાં પહોંચ્યા પછી આ કેમિકલ તૂટે છે અને યુરિન મારફતે બહાર નીકળી જાય છે. યુરિનના સેમ્પલ પરથી થેલેટ્સનું પ્રમાણ જાણી શકાય છે. સૌથી વધારે આ કેમિકલ મહિલાઓમાં હોય છે કારણકે તેઓ કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ કરે છે.

શરીરમાં થેલેટ્સનું પ્રમાણ વધતા સ્વાસ્થ્ય બગડે છે અને મૃત્યુનું જોખમ વધે છે.