• Gujarati News
  • Lifestyle
  • Chef Kunal Kapoor Explains An Easy Way To Make French Fries At Home, Put The Boiled Potato Slices In The Freezer And Deep Fry And Serve.

મોન્સૂનમાં તીખું અને ચટ્ટપટ્ટું બનાવો:શેફ કુણાલ કપૂરે ઘરમાં ફ્રેંચ ફ્રાઈઝ બનાવવાની સરળ રીત જણાવી, બાફેલા બટાટાની સ્લાઈઝને ફ્રિજરમાં મૂકી ડીપ ફ્રાય કરી સર્વ કરો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેંચ ફ્રાઈઝ પર ચિલી ફ્લેક્સ, ચાટ મસાલો અને મીઠું ભભરાવો

ફ્રેંચ ફ્રાઈઝ બનાવવા માટે કોઈ સ્પેશિયલ દિવસની જરૂર નથી. દરેક ઉંમરના લોકો કોઈ પણ સમયે ફ્રેંચ ફ્રાઈઝ ખાવા માટે રેડી હોય છે. તેને બનાવવા માટે પણ ઘણી ઓછી વસ્તુઓની જરૂર પડે છે પરંતુ પરફેક્ટ ફ્રેંચ ફ્રાઈઝ બનાવવી સરળ નથી. શેફ કુણાલ કપૂરે ફ્રેંચ ફ્રાઈઝ બનાવવાની સરળ રીત સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમને અનેક યુઝર્સની કમેન્ટ પણ મળી. આ રેસિપીને તમે પણ ઘરે ટ્રાય કરીને ક્રિસ્પી અને ટેસ્ટી ફ્રેંચ ફ્રાઈઝ બનાવી શકો છો.

ફ્રેંચ ફ્રાઈઝ બનાવવાની સામગ્રી

  • બટાટા મોટી સાઈઝના: 1
  • તેલ: ડીપ ફ્રાય કરવા માટે

બનાવવાની રીત

  • બટાટાની છાલ ઊતારી લો. તેને ચોપિંગ બોર્ડ પર રાખીને સ્લાઈસ કરો. એક બાઉલમાં પાણી લઈને બટાટાની સ્લાઈસ બેથી ત્રણ કલાક માટે ફ્રિજમાં રાખો. તે સ્ટાર્ચ દૂર કરવામાં મદદ કરશે.
  • એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં મીઠું ઉમેરો. ઉકળતા પાણીમાં બટાટાની સ્લાઈસ નાખો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો. સ્લાઈસમાંથી પાણી ગાળી લો.
  • બટાટાને એક નેપકિન કે મોટા કપડા પર મૂકો. સ્લાઈસ ઠંડી થઈ જાય એટલે તેને ઝિપલોક બેગમાં મૂકી દો. ત્રણથી ચાર કલાક માટે ફ્રિજમાં મૂકો.
  • પેનમાં તેલ ગરમ કરો. તેમાં ફ્રેંચ ફ્રાઈઝને ડીપ ફ્રાય કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

આ રીતે ફ્રેંચ ફરાય મસાલો તૈયાર કરો
મીઠું: 1 ટી સ્પૂન
ચિલી ફ્લેક્સ: 1 ટેબલ સ્પૂન
ચાટ મસાલો: 1 ટેબલ સ્પૂન

બનાવવાની રીત
ઉપર જણાવેલી દરેક સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી લો તેને ફ્રેંચ ફ્રાઈઝ પર સ્વાદ અનુસાર ભભરાવીને સર્વ કરો.