તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Change The Old Way Of Cleaning, Do Not Allow Dirty Utensils To Accumulate In The Sink, Avoid Storing Excess Food In The Fridge

ટિપ્સ:સફાઈ કરવાની જૂની રીત બદલો, ખાવાના ગંદા વાસણોને સિંકમાં ભેગા ન થવા દો, ફ્રિજમાં વધેલો ખોરાક સ્ટોરેજ કરવાનું ટાળો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે ઘરની સફાઈ સારી પરંતુ ઝડપથી કરવા માગતા હો તો શોર્ટકટ્સ અપનાવાનું છોડી દો. તેનાથી કામ બગડી જાય છે. સાફ-સ્વચ્છ ઘર માટે સફાઈમાં કેટલાક ફેરફાર કરીને નવી શરૂઆત કરી શકાય છે. તેનાથી તમારું કામ જલ્દી થઈ જશે અને ફ્રી ટાઈમ વધારે મળશે.

સફાઈને ટાળવાથી
ઘરમાં થતી સફાઈને સતત ટાળવાથી પણ કામ વધી જાય છે. તેથી આ આદત છોડી દો. દરરોજ થોડી થોડી સફાઈ કરતા રહેવું. આ રીતે સફાઈ કરવામાં મુશ્કેલી નહીં લાગે.

સિંકમાં ગંદા વાસણ
ખાવાનું ખાધા બાદ ગંદા વાસણને સિંકમાં ભેગા ન થવા દો. તે જંતુઓ અને બેક્ટેરિયા માટે પરફેક્ટ બ્રીડિંગ ગ્રાઉન્ડ સાબિત થાય છે. ઘરના તમામ લોકોને સૂચના આપો કે તરત વાસણ ધોવા અથવા સીધા ડિશ વોશરમાં રાખવા.

ક્લિનિંગ પ્રોડક્ટસ
વધારે ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી નુકસાન પણ વધારે થાય છે. વધારે ક્લિનર જલ્દી નીકળતું નથી, લાંબા સમય સુધી રહે છે. ક્લિનર એટલું જ લો જેટલી પ્રોડક્ટના પેકિંગ પર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. તેનાથી થોડું ઓછી લઈ શકો છો પરંતુ વધારે ન લો.

ફ્રિજ સ્ટોરેજ
વધેલા ખોરાકને ફ્રિજમાં સ્ટોર કરવો ખરાબ આદત છે. જો તમે ફરીથી ખોરાકનો ઉપયોગ નથી કરવાના તો ફ્રિજમાં સ્ટોર કરવાથી ફ્રિજ ગદું થઈ જશે. બેક્ટેરિયા જલ્દી ઉદભવશે અને ફ્રિજ સાફ કરવાનું મુશ્કેલ થઈ જશે.