• Gujarati News
  • Lifestyle
  • Change In The Attitude Of Single People, Giving Preference To Intelligence More Than Looks, Down To Earth Girls Are Everyone's Choice

મેચ-મેકિંગની ચોઈસ બદલાઈ:છોકરાઓને હવે સુંદર નહીં, ઇન્ટેલિજન્ટ છોકરીઓ ગમે છે, બધાની પસંદ છે ડાઉન ટુ અર્થ યુવતીઓ

રાધા તિવારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પછી લોકોની મેન્ટાલિટીમાં ઘણા ચેન્જ આવ્યા છે
  • છોકરાનો ફેમિલીની ડિમાન્ડ હોય છે કે, છોકરી ક્વૉલિફાઈડની સાથોસાથ હોમલી હોવી જોઈએ

અમેરિકામાં કોરોના મહામારી પછીથી સિંગલ લોકોના વિચારમાં ઘણા ફેરફાર આવી ગયા છે. તેઓ ફિઝિકલ અટ્રેક્શનની જગ્યાએ ઇન્ટેલિજન્ટ, ઈમોશનલ અને કેરિંગ પાર્ટનર શોધી રહ્યા છે. ઈવોલ્યુશનરી સાઈકોલોજિકલ સાયન્સ જર્નલમાં પબ્લિશ થયેલી સ્ટડી પ્રમાણે, જો કોઈ પેરેન્ટ્સ તેમના છોકરા કે છોકરીઓ માટે એવા લાઈફ પાર્ટનર શોધે છે જેનું વ્યક્તિત્વ ભલે ગમે તે હોય પણ તે ખરાબ સમયમાં સાથ નિભાવે.

હોંશિયાર પાર્ટનર પ્રથમ ચોઈસ
રિસર્ચમાં ખબર પડી કે, પુરુષો સુંદરતાને બદલે ઇન્ટેલિજન્ટ પાર્ટનરને ડેટ કરવા ઈચ્છે છે. આ સર્વે 18થી 98 વર્ષના લોકો પર કરવામાં આવ્યો. હાલ ઘણા લોકોની પ્રાયોરિટી ફિઝિકલ રિલેશન નથી. વર્ષ 2021માં ડેટિંગ સાઈટે કરેલા રોમેન્ટિક સંબંધોના સર્વે પ્રમાણે, લોકો ઈમોશનલ બોન્ડને વધારે મહત્ત્વ આપી રહ્યા છે.

ઓનલાઇન લાઈફ પાર્ટનર શોધી રહ્યા છે
હાલ મોટાભાગના યુવાનો મેટ્રિમોનિયલ સાઇટ્સની મદદ લઇ રહ્યા છે. લગ્ન માટે ઘણી સાઇટ્સ પર ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. કોરોના મહામારીને લીધે ડેટિંગ ટ્રેન્ડમાં ઘણા ચેન્જ જોવા મળ્યા. ભારતની વાત કરીએ તો અહીં પણ લોકો સુંદરને બદલે હોંશિયાર જીવનસાથી શોધી રહ્યા છે.

હોમલી અને સંસ્કારી વહુની ડિમાન્ડ
એલિટ મેરેજ બ્યુરોની મેનેજર વિદ્યાએ કહ્યું કે, એવું કોઈ નથી કહેતું કે મને પૈસાવાળી છોકરી કે પછી ફેમિલી જોઈએ જ્યાં વધારે દહેજ આપે. છોકરાઓ માને છે કે, જે છોકરી ઘર ના સંભાળી શકે તેના રૂપિયાનું શું કરીશું? બધાને હોમમેકર અને સંસ્કારી વહુ જોઈએ છે. એક સમય હતો જ્યારે છોકરાઓને ફ્લર્ટ કરવા માટે છોકરીઓ જોઈતી હતી. મેરેજ કરવા માટે છોકરાઓને એકદમ મેરેજ મટિરિયલ ગર્લ જોઈએ. જેઓ કિટી પાર્ટીમાં રૂપિયાના ખર્ચે, નકામા પૈસા ના ઉડાવે અને ફ્યુચર તથા બાળકો માટે સેવિંગ કરે.

બધાને સારી વ્યક્તિની શોધ
છોકરીઓને પણ હવે છોકરાઓ હસબન્ડ મટિરિયલ જોઈએ છે, જેઓ તેમની કેર કરે અને સાચો રસ્તો બતાવે. આજની તારીખમાં બધાને સારા વિચાર કરતી વ્યક્તિ જોઈએ છે. વધારે પડતી સુંદર છોકરીઓનાં લગ્નમાં અડચણો આવી રહી છે. તેમના નખરા વધારે હોવાથી છોકરાઓ પસંદ કરતા નથી. એવરેજ ગર્લ્સ એ લોકોની ફર્સ્ટ ડિમાન્ડ બની ગઈ છે. ઘઉં પણ લોકોને ડાઉન ટુ અર્થ છોકરીઓ જોઈએ છે.

છોકરાથી વધારે તેના ફેમિલીની ડિમાન્ડ
દિલ્હીની મેટ્રિમોનિયલ સાઇટ ‘પરફેક્ટ જોડી’ની મેનેજર પ્રિયાએ કહ્યું કે, છોકરાના ફેમિલીની પ્રથમ ડિમાન્ડ હોય છે કે, છોકરી ક્વૉલિફાઈડની સાથોસાથ હોમલી હોવી જોઈએ. જેથી જોબ અને ઘર બંને સારી રીતે સંભાળી શકે. ઘણા છોકરાઓને સુંદર છોકરીઓ જોઈતી હોય છે. 10% છોકરાઓ વિચારે છે કે, છોકરી સુંદર નહીં હોય તો ચાલશે, પણ ટેલેન્ટેડ હોવી જોઈએ.

યુવાનો અર્લી મેરેજ કરી રહ્યા છે
જામિયા મેટ્રિમોનિયલ ડોટ કોમના મેનેજર અઝહરે કહ્યું કે, કોરોના પછી મેન્ટાલિટીમાં ઘણા ચેન્જ આવ્યા છે. યુવાનો અર્લી મેરેજ કરી રહ્યા છે. હજુ પણ દહેજ પ્રથા ચાલુ જ છે. પહેલાંના ટાઈમમાં છોકરાઓને સુંદર છોકરીઓ જોઈતી હતી, હવે તેઓ માને છે કે લગ્ન માટે સુંદરતાનો એક માત્ર ગુણ હોવો જરૂરી નથી. આપણે ઘણી એવી મેરિડ વીમેન જોઈ છે કે જેઓ એકદમ બ્યુટિફુલ છે, પણ તેમનામાં કોઈ ટેલેન્ટ નથી હોતું.

અન્ય સમાચારો પણ છે...