વોઇસ ઓફ આલિયા ભટ્ટ:આલિયાની મિમિક્રી કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચાંદની, આંખો બંધ કરીને સાંભળો, ડિટ્ટો આલિયા જ લાગશે!

3 મહિનો પહેલા

આલિયા ભટ્ટની નકલ કરતી એક મિમિક્રી આર્ટિસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આલિયા હાલમાં જ 'કોફી વિથ કરણ'માં જોવા મળી હતી અને આ શોમાં તેણે પોતાનાં લગ્ન વિશે પણ વાત કરી હતી. લોકોને આ મિમિક્રી ખૂબ જ પસંદ આવી છે. આ મિમિક્રી ગર્લનો અવાજ અને હાવભાવ એકદમ આલિયા ભટ્ટ જેવાં જ છે.

સોશિયલ મીડિયા પર છવાઈ ચાંદની
મિમિક્રી આર્ટિસ્ટ ચાંદની ઈન્સ્ટાગ્રામ પર ઘણાં સેલિબ્રિટીઝની નકલ કરે છે, પરંતુ આલિયાની મિમિક્રી લોકોને ખૂબ જ વધારે પડતી પસંદ આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર મિમિક્રી આર્ટિસ્ટનાં 90 હજાર ફોલોઅર્સ છે.

લોકોએ કહ્યું- હાસ્ય એકદમ દયા ભાભી જેવી છે
આ વીડિયોનાં કોમેન્ટબોક્સમાં મોટાભાગનાં લોકો ચાંદનીની મિમિક્રીના વખાણ કરી રહ્યા છે. લોકો તેને બિલકુલ આલિયા જેવી જ કહી રહ્યા છે. જો કે, કેટલાક લોકોએ તેની હંસીને કારણે આલિયાને બદલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાભાભી ગણાવી હતી.

‘બધામાં ઘૂસી ગઈ છે ગંગુબાઈની આત્મા’
થોડાં દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર વધુ એક યુવતી વાયરલ થઈ હતી. મુંબઈની આ છોકરી દેખાવમાં આલિયા ભટ્ટ જેવી જ હતી. જોકે, તેણે કહ્યું, કે તે આલિયા તરીકે ઓળખાવા માંગતી નથી, પરંતુ પોતાની એક અલગ ઓળખ બનાવવા માગે છે. આલિયાની આ મિમિક્રી સાથે લોકો આલિયાની હમશકલનાં ફોટો પણ શેર કરી રહ્યા છે. એક ઈન્સ્ટા યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે 'એવું લાગે છે કે આલિયા ભટ્ટ એટલે કે ગંગુબાઈની આત્મા બધામાં આવી ગઈ છે.'

સેલિબ્રિટીની જેમ દેખાવાનાં અને બોલવાનાં ફાયદા
સેલિબ્રિટીની જેવું દેખાવાનાં અને બોલવાનાં ઘણાં ફાયદા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થવા ઉપરાંત આવા લોકોને ફિલ્મોમાં સ્ટંટમેન અને વોઈસ ઓવર આર્ટિસ્ટનું કામ સરળતાથી મળી જાય છે.