• Gujarati News
  • Lifestyle
  • Center To Build Country's First 'Night Sky Sanctuary' In Ladakh To Promote Astro tourism, Know Full Details

નાઈટ લવર માટે સારા સમાચાર:એસ્ટ્રો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દેશની પહેલી 'નાઇટ સ્કાય સેન્ક્ચ્યુરી' લદાખમાં બનાવશે, જાણો સમગ્ર માહિતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એસ્ટ્રો અને ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને એને વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવા પ્રોજેક્ટનું એલાન કરાયું છે. ભારતનું પહેલું 'નાઇટ સ્કાય સેન્ક્ચ્યુરી' લદાખના હનલે ગામમાં બનાવવામાં આવશે. આ સેન્ક્ચુરી ચાંગથાંગ વાઇલ્ડલાઇફ સેન્ક્ચ્યુરીનો હિસ્સો રહેશે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ બીડું ઝડપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી દેશમાં એસ્ટ્રો-ટૂરિઝમમાં વધારો થશે. આ સેન્ક્ચ્યુરી ઓપ્ટિકલ, ઇન્ફ્રારેડ અને ગામા-રે ટેલિસ્કોપ માટે વિશ્વનાં સૌથી ઊંચાં સ્થળો પૈકીનું એક હશે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

આવો... જાણીએ શું છે નાઇટ સ્કાય સેન્ક્ચ્યુરી
નાઇટ સ્કાય સેન્ક્ચ્યુરી એક સંરક્ષિત વિસ્તાર છે, જ્યાં તારાઓથી ભરેલા આકાશમાં ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે ઘણો અવકાશ છે. માનવામાં આવે છે કે લદાખના હાનલે અને મેરકમાં રાત્રે આકાશ એકદમ સ્પષ્ટ હોય છે. આ જ કારણ છે કે તે ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે સૌથી પસંદગીના સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. હાનલે લદાખ-તિબેટના રસ્તા પર આવેલું છે. 17મી સદીમાં અહીં હેનલે મઠ પણ હતો. નાઇટ સ્કાય સેન્ક્ચ્યુરી જાહેર અથવા ખાનગી જમીન છે, જેમાં આપણે આરામથી સ્ટેરી નાઇટ જોઈ શકીએ છીએ. આ જગ્યાએ આકાશ ક્રિસ્ટલ ક્લિયર છે. એમાં એક રાતનો સંપૂર્ણ માહોલ હોય છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહની જાહેરાત
કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ જણાવે છે, આ પ્રોજેક્ટ માટે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર લદાખના કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) લેહ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વચ્ચે આ કરવામાં આવ્યો છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે હનલે આ પ્રોજેક્ટ માટે સૌથી બેસ્ટ જગ્યા છે. હનલે લદાખના ઠંડા વિસ્તારમાં છે અને માનવીય અશાંતિથી દૂર છે અને અહીં આખું વર્ષ સૂકું વાતાવરણ રહે છે.

બીજા પ્રોજેક્ટનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે
લદાખના લેફ્ટનન્ટ ગવર્નર આર.કે. માથુરે પણ ડો.જિતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી છે અને લદાખ લેધર સેન્ટર ઉપરાંત કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ સાથે મળીને ચલાવવામાં આવતા પ્રોજેક્ટ્સ અને એજ્યુકેશન ફેર અંગે ચર્ચા કરી છે. જિતેન્દ્ર સિંહે ઉપરાજ્યપાલને જાણકારી આપી કે આવતા વર્ષથી ડીએસટી લદાખ એજ્યુકેશન ફેર માટે એક મોટો કેમ્પ કરશે.

નાઇટ સ્કાય સેન્ક્ચ્યુરી જાહેર અથવા ખાનગી જમીન છે, જેમાં આપણે આરામથી સ્ટેરી નાઇટ જોઈ શકીએ છીએ. આ જગ્યાએ આકાશ ક્રિસ્ટલ ક્લિયર છે. એમાં એક રાતનો સંપૂર્ણ માહોલ હોય છે.