તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Casual Sleepers Got A Makeover In The Rain, There Is A Big Demand For Retro Look In Sneakers, The Design Of Sandals Is Not Simple, The Detailing And Patterns Are Preferred.

મોન્સૂન ફૂટવેર:વરસાદમાં કેઝ્યુઅલ સ્લીપર્સનો મેકઓવર થયો, સ્નીકર્સમાં રેટ્રો લુકની ડિમાન્ડ વધી, સેન્ડલની સિમ્પલ ડિઝાઈન નહીં પણ ડિટેલિંગ અને પેટર્નવાળા ફેવરિટ બન્યા

વર્ષા એમ, નોઇડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મ હીલ્સની જગ્યાએ સ્ટ્રેપ્સ પ્રથમ પસંદ બન્યા છે
  • લેધર શૂઝની ડિમાન્ડ વરસાદમાં વધશે

મોન્સૂનમાં ફૂટવેરની પેટર્ન બદલાય જાય છે. આ વર્ષે પણ એકથી એક ચઢિયાતા સ્ટાઈલિશ ફૂટવેર માર્કેટમાં દેખાઈ રહ્યા છે. પોતાની પસંદ પ્રમાણે તમે પણ વેરાયટી નક્કી કરી પગને આકર્ષક બનાવી શકો છો.

સ્નીકર્સ
મોનસૂનમાં કલરફુલ સ્નીકર્સ નોર્મલ આઉટફિટને પેપી અને પ્લેફુલ બનાવે છે. રેટ્રો લુક હાલ પણ ફેવરિટ છે. હાઈ ફેશન હોટ કૂચ્યોર બ્રાંડ અને સ્નીકર બ્રાંડમાં કોલેબોરેશન થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં સ્નીકર્સમાં સ્વેડ અને કોડ્રોય જેવા રફ ટેક્સચર જોવા મળશે.

કેઝ્યુઅલ અને ફેશનેબલ સ્લીપર્સ
સ્લીપર્સને બહાર પણ પહેરી શકાય છે. સ્લીપરનો મેકઓવર કરીને તેને ફોર્મલ સાથે પણ પહેરી શકાય છે.

પેટન્ડ સેન્ડલ
ચોમાસામાં હવાદાર, સ્માર્ટ, આરામદાયક અને હળવા ફૂટવેર લોકોને ગમી રહ્યા છે.

સેન્ડલ હોય કે સ્લીપર્સ
દરેક સ્ટાઈલની પાછળ એક આઈડિયા છે. ચોમાસામાં સેન્ડલની ડિઝાઈન સિમ્પલ નહીં, ડિટેલિંગ અને પેટર્નની ડિમાન્ડ છે. સોલ પણ હેવી થયા છે.

લેધર શૂઝ
લેધર શૂઝ હવે વરસાદની સીઝનમાં પહેરવામાં આવશે. લેધરમાં સ્નીકર્સની જેમ પ્લેફુલ અને મલ્ટીપલ કલર્સ દેખાશે.

સ્ટ્રેપ્સ
પ્લેટફોર્મ હીલ્સની જગ્યાએ સ્ટ્રેપ્સ પ્રથમ પસંદ બન્યા છે. આ એન્કલથી થોડા વધારે પગને કવર કરે છે. આ સીઝનમાં યુવતીઓને વધારે સ્ટ્રેપ્સવાળા સેન્ડલ સાથેનો બોલ્ડ લુક વધારે ગમી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...