તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 'Caronaa', 'Covviyd 19': This Man Thinks Numerology And Spelling Change Will Dispel COVID 19

ગો કોરોના ગો:આંધ્ર પ્રદેશના રહેવાસીનો દાવો, કોરોના અને કોવિડનો સ્પેલિંગ ‘CARONAA’ અને ‘COVVIYD-19’ કરીશું તો વાઈરસ ગાયબ થઇ જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂમેરોલોજીમાં માનતા સ્ટેનોગ્રાફર આનંદ રાવે પોતાનો સ્પેલિંગ પણ બદલ્યો છે
  • સો. મીડિયા યુઝર્સે કહ્યું, દેશના નેતાઓના સ્પેલિંગ બદલવાની જરૂર છે

કોરોનાવાઈરસનો કહેર આખી દુનિયામાં ફેલાયેલો છે. વાઈરસની બીજી લહેર જોઇને દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે, આ મહામારીનો અંત જલ્દી આવે. અનેક લોકો સાજા થવા માટે દવા અને દુઆ એમ બંનેની મદદ લઇ રહ્યા છે. કોરોનાવાઈરસને લઈને ઘણા દાવા પણ રોજ આપણી સામે આવતા રહે છે, ઘણા કહે છે કે આ વાઈરસ લાંબો સમય સુધી રહેશે તો ઘણા લોકો વાઈરસ ભગાડવાના નુસખા પણ કહી રહ્યા છે. આ દરમિયાન આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે, કોરોના અને કોવિડનો સ્પેલિંગ બદલીને 'Caronaa' અને 'Covviyd-19' કરવામાં આવે તો કોરોના માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયામાંથી જતો રહેશે.

આખી દુનિયામાંથી કોરોના છૂ થઇ જશે
આ ભાઈનું નામ એસ. વી. આનંદ રાવ છે. તેમણે કરેલા દાવાનું પોસ્ટર સો.મીડિયા પર વાઈરલ થઇ રહ્યું છે. તેઓ આંધ્ર પ્રદેશના અનંતપુરમ શહેરમાં સ્ટેનોગ્રાફર છે. પોસ્ટમાં લખ્યું છે, જો તમે કોરોના અને કોવિડનો સ્પેલિંગ CARONAA અને COVVIYD-19 લખશો તો કોરોના માત્ર આપણા શહેર જ નહીં પણ આખી દુનિયામાંથી ગાયબ થઇ જશે. પબ્લિક પ્લેસમાં જ્યાં પણ બેનર લગાવ્યા હોય ત્યાં આ સ્પેલિંગ વાપરવો. ન્યૂમેરોલોજીનો પાવર જ અલગ હોય છે. આ જાહેરાત આપનારા આનંદે તેના પોતાના સ્પેલિંગમાં પણ એક્સ્ટ્રા N અને D લગાવ્યો છે.

યુઝર્સે કહ્યું, દેશના નેતાઓના સ્પેલિંગ બદલવાની જરૂર છે
આ હિલેરિયસ ફોટો ઇન્ટરનેટ પણ ઘણો વાઈરલ થયો છે. આ જોઇને એક યુઝરે કમેન્ટ કરી, ચાલો, નેતાઓના નામનાં સ્પેલિંગ પણ બદલી દઈએ. જોઈએ તેનાથી દેશમાં શું સારું થાય છે ! બીજા યુઝરે લખ્યું, જો સાચેમા આમ કરવાથી કોરોના જતો રહેશે તો હું ટ્રાય કરવા રેડી છું.

આનંદ રાવ પહેલેથી ન્યૂમેરોલોજીમાં માને છે, પણ કોરોના વિશે તેમણે કરેલા દાવાને લીધે પોતે જ ટ્રોલ થવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...