તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2021:24 વર્ષીય મોડલ બેલા હડિદે ફેફસાં આકારનો સોનાનો નેકલેસ પહેર્યો, રેડ કાર્પેટ પર હાજર લોકો તેનો લુક એકીટશે જોતા રહ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2016માં બેલાને ‘મોડલ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતો - Divya Bhaskar
વર્ષ 2016માં બેલાને ‘મોડલ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતો
  • બેલાએ ઈટાલિયન ફેશન બ્રાંડનો ડ્રેસ અને નેકલેસ પહેર્યો હતો
  • સોશિયલ મીડિયા યુઝર્સે આ નેકલેસ જોઇને મોડલને ટ્રોલ પણ કરી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021ની શરુઆત થઈ ગઈ છે. 74મા કાન્સ રેડ કાર્પેટ પર અનેક સેલિબ્રિટીનાં આઉટફિટ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ દરમિયાન 24 વર્ષીય અમેરિકન મોડલ બેલા હડિદે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું. બેલાએ રેડ કાર્પેટ પર બીજા દિવસે બ્લેક ડ્રેસ પર સોનાનો નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસનો આકાર લંગ એટલે કે ફેફસાં જેવો હતો.

લંગ નેકલેસ એટલો મોટો હતો કે તેના બ્રેસ્ટ કવર થઈ ગયા હતા
લંગ નેકલેસ એટલો મોટો હતો કે તેના બ્રેસ્ટ કવર થઈ ગયા હતા
હટકે નેકલેસ સાથે પોઝ આપ્યા
હટકે નેકલેસ સાથે પોઝ આપ્યા

બેલાનો એલિગન્ટ લુક લોકોના દિલમાં વસી ગયો
ઈટાલિયન ફેશન લેબલ સ્પિઆપેરેલીએ બેલાના નેકલેસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બેલાનો બ્લેક ડ્રેસ પણ એલિગન્ટ લાગતો હતો. ડ્રેસ અને નેકલેસ સ્પિઆપેરેલીએ ફેશન લેબલે જ ડિઝાઈન કર્યો હતો. આ ફેશન કંપનીનો ફાઉન્ડર ડેનિયલ રોઝબેરી છે.

ફેશન બ્રાંડની પોસ્ટ
ફેશન બ્રાંડની પોસ્ટ

પ્રથમ દિવસે પણ હટકે આઉટફિટ પહેર્યો હતો
કંપનીએ અનોખા નેકલેસનું નામ ‘ગોલ્ડન લંગ્સ વિથ રાઈનોસ્ટોન્સ’ નામ આપ્યું છે. ફેશનનું નામ આવે ત્યારે બેલા અવશ્ય બાજી મારી લે છે. વર્ષ 2016માં તેને ‘મોડલ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતો. તેના આ લુકે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પ્રથમ દિવસે બેલાએ બ્લેક રિબન સાથેનો વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો.

બેલાનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફર્સ્ટ ડે લુક
બેલાનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફર્સ્ટ ડે લુક

સોશિયલ મીડિયા પર મોડલ ટ્રોલ થઈ
જો કે, આ લંગ્સ શેપનો ગોલ્ડન નેકલેસ ભલે લોકોને ગમ્યો હોય પણ યુઝર્સે મજાક પણ ઊડાવી.

અન્ય સમાચારો પણ છે...