તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Can Diabetics Eat Jaggery And Only Obese People Get This Disease? Learn From Expert 6 Claim Facts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રમ અને ફેક્ટ:શું ડાયાબિટીસનાં દર્દીઓ ગોળ ખાઈ શકે છે અને માત્ર સ્થૂળ લોકોને જ આ બીમારી થાય છે? એક્સપર્ટ પાસેથી જાણો 6 દાવાની હકીકત

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન 2020નાં આંકડાં જણાવે છે કે, ભારતમાં 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ છે. 2025 સુધી આ આંકડો 13.4 કરોડ સુધી પહોંચી શકે છે. આ બીમારી જેટલી ઝડપથી વધી રહી છે તે માટે તેની સાથે જોડાયેલી માન્યતાઓ જાણવી પણ જરૂરી છે.

ડાયાબિટીસ સાથે જોડાયેલી ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે, પણ તે સાચી હોતી નથી. તેને લીધે દર્દીઓની તબિયર વધારે બગડી શકે છે. ઇન્દોરના ટોટલ ડાયાબિટીસ હોર્મોન ઇન્સ્ટિટ્યૂટનાં ડૉ. સુનિલ જૈન પાસેથી જાણીએ ડાયાબિટીસ સાથે જોડાયેલા 6 ભ્રમ અને તેની હકીકત.

ભ્રમ: સ્થૂળ લોકોને ડાયાબિટીસ થાય છે
હકીકત: સ્થૂળતાથી ટાઈપ-2 અને સગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસનું જોખમ વધે છે. ડાયાબિટીસ ઓછા વજનવાળા લોકોને પણ થાય છે. પેટની આજુબાજુ ચરબી ભેગી થાય તો તેનું જોખમ વધી જાય છે.

ભ્રમ: ઘઉંની જગ્યાએ જુવાર, બાજરો ખાવો જોઈએ
હકીકત: ઘઉં, જુવાર અને બાજરોમાં એકસરખો સ્ટાર્ચ હોય છે. જે લોકોને ગ્લુટેન પ્રોટીનની એલર્જી છે તેમણે ઘઉંના ખાવા જોઈએ. ગ્લુટેન ઘઉંમાં મળતું એક પ્રકારનું પ્રોટીન છે.

ભ્રમ: ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાય શકે છે
હકીકત: આ ખોટું છે. ગોળ-ખાંડમાં આશરે એકસરખી કેલરી હોય છે. બંનેમાં સુક્રોઝ હોય છે. તે સુગર વધારે છે. શેરડીને રિફાઇન કરી ખાંડમાં બદલી શકાય છે.

ભ્રમ: ઉઘાડા પગે ચાલવાથી વધારે ફાયદો થાય છે
હકીકત: આ સત્ય નથી. ઘણીવાર દર્દીઓના પગમાં સેન્સિવિટી ઓછી થઇ જાય છે તો ઇજાની ખબર પડતી નથી. નાનો ઘા પણ મોટો થઇ શકે છે. આથી ઉઘડે પગે ના ચાલવું જોઈએ.

ભ્રમ: એક વખત ઈન્સુલિન લેવા પર આદત પડી જાય છે
હકીકત: ઈન્સુલિન વ્યક્તિના શરીરમાં બનનારું હોર્મોન છે. જો શરીર તેને યોગ્ય માત્રામાં નથી બનાવી શકતું તો તેની પૂર્તિ શરીરની આવશ્યકતા છે આદત નથી. ઈન્સુલિનની ઊણપથી શરીરને કોઈ નુક્સાન થતું નથી.

ભ્રમ: ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય છે
હકીકત: ખાંડ સીધી રીતે ડાયાબિટીસ માટે જવાબદાર નથી. જોકે ખાંડયુક્ત ભોજન લેવાથી વજન અને મેદસ્વિતા વધે છે, જેનાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો