રેરેસ્ટ ઓફ ધ રેર કેસ:કેલિફોર્નિયાની મહિલાએ 15 મિનિટના અંતરે જોડિયા બાળકોને જન્મ આપ્યો, પરંતુ બન્નેના જન્મમાં છે 1 વર્ષનું અંતર, જાણો કઈ રીતે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્રેગ્નેન્ટ મહિલાએ બે જોડીયા બાળકોને જન્મ આપતા એક અનોખી ઘટના બની છે - Divya Bhaskar
અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્રેગ્નેન્ટ મહિલાએ બે જોડીયા બાળકોને જન્મ આપતા એક અનોખી ઘટના બની છે
  • ટવીન્સ બાળકની જન્મ તારીખમાં વર્ષ બદલાઈ ગયું હતું અને પહેલા બાળકનો જન્મ વર્ષ 2021મા ને બીજા બાળકનો જન્મ 2022મા થયો હતો

અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્રેગ્નેન્ટ મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપતા એક અનોખી ઘટના બની છે. આ મહિલાએ વર્ષ 2021 ના છેલ્લા દિવસ એટલે કે 31 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી અને તેણે રાત્રે 11:45 વાગ્યા પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ, 15 મિનિટ પછી, બીજા બાળકને જન્મ આપ્યો હતો.

આ કારણે જ ટવીન્સ બાળકની જન્મ તારીખમાં વર્ષ બદલાઈ ગયું હતું અને પહેલા બાળકનો જન્મ વર્ષ 2021મા ને બીજા બાળકનો જન્મ 2022મા થયો હતો. ડિલિવરી બાદ, બાળકોની માતાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જુદા જુદા વર્ષોમાં બે જોડિયા બાળકોનો જન્મ થયો હોવાથી હવે બંને બાળકોનો જન્મ દિવસ અલગ અલગ સેલિબ્રેટ કરવામાં આવશે.

આયલિન ટ્રુજીલો અને એલફ્રેડો ટ્રુજીલોનો જન્મ માત્ર 15 મિનિટના ગેપમાં થયો
આયલિન ટ્રુજીલો અને એલફ્રેડો ટ્રુજીલોનો જન્મ માત્ર 15 મિનિટના ગેપમાં થયો

આયલિન ટ્રુજીલો અને એલફ્રેડો ટ્રુજીલોનો જન્મ માત્ર 15 મિનિટના ગેપમાં થયો છે, પરંતુ તેમના માતાપિતાને નહોતી ખબર કે અલગ અલગ વર્ષે જન્મ થવાના કારણે તેમના બાળકો રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા. આ વિશે નેટિવિડેડ મેડિકલ સેન્ટરે ફેસબુક પોસ્ટ પર લખ્યું, આયલિન યોલાન્ડા ટ્રુજિલોએ શનિવારે 1 જાન્યુઆરીએ મોડી રાત્રે દુનિયામાં પ્રવેશ કર્યો, જેનાથી તે 2022માં નેટિવિડેડ મેડિકલ સેન્ટર અને મોન્ટેરી કાઉન્ટીમાં જન્મેલી પહેલી બાળક બની ગઈ. ત્યારે તેનો જુડવા ભાઈ અલ્ફ્રેડો એન્ટોનિયોનો 31 ડિસેમ્બરની રાત્રે 11:45 વાગ્યે જન્મ થયો હતો.

નવું વર્ષ આવવાના 15 મિનિટ પહેલા થયો બાળકનો જન્મ
નવું વર્ષ આવવાના 15 મિનિટ પહેલા થયો બાળકનો જન્મ

નવું વર્ષ આવવાના 15 મિનિટ પહેલા થયો બાળકનો જન્મ
રિપોર્ટના અનુસાર શુક્રવારે સાંજે ફાતિમા મેડ્રીગલ અને રોબર્ટ રૂજિલોને આ નવું વર્ષ શરૂ થયા પહેલા 11 વાગીને 45 મિનિટ પર એક બાળકનો જન્મ થયો. તેનું નામ એલફ્રેડો રાખવામાં આવ્યું.

12 વાગ્યે દિકરીનો જન્મ થયો
12 વાગ્યે દિકરીનો જન્મ થયો
બે જુડવા બાળકોનો જન્મ અલગ અલગ દિવસે સેલિબ્રેટ કરવામાં આવશે.
બે જુડવા બાળકોનો જન્મ અલગ અલગ દિવસે સેલિબ્રેટ કરવામાં આવશે.

12 વાગ્યે દિકરીનો જન્મ થયો
હવે બધા પહેલા દિકરાના જન્મની ખુશી મનાવી જ રહ્યા હતા કે 15 મિનિટ બાદ રાત્રે 12 વાગ્યે આ કપલના ત્યાં દિકરીનો જન્મ થયો. ત્યાં સુધી નવું વર્ષે આવી ચુક્યું હતું. દિકરીનું નામ આયલિન રાખવામાં આવ્યું હતું. આ સંયોગથી માતા અને પિતા બન્ને ચોંકી ગયા હતા કે તેમના બે જુડવા બાળકોનો જન્મ અલગ અલગ દિવસે સેલિબ્રેટ કરવામાં આવશે અને તેમની ઉંમરમાં પણ એક વર્ષનું અંતર રહેશે.

આ ડિલિવરી દરમિયાન ડૉક્ટર્સ ટીમમાં સામેલ થનાર ડૉકટરે કહ્યું હતું કે, આ મારા કરિયરમાં બનેલી અનોખી ઘટના છે, જે મને આજીવન યાદ રહેશે. આવી જ એક ઘટના વર્ષ 2019માં ભારતમાં પણ બની હતી. જેમાં એક મહિલાએ 2019 ની 31 ડિસેમ્બરે એક બાળકને જન્મ આપ્યો હતો અને તેના બીજા બાળકનો જન્મ અડધો કલાકના અંતરે વર્ષ 2020મા થયો હતો.