તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈંડા જોઈને ખબર પડી જશે કે તેમાં નર છે કે માદા. ઈંડામાં નર મરઘીનું બચ્ચું બહાર આવે પહેલા જ તેને માદામાં પરિવર્તિત કરી શકાય છે. આવું એટલા માટે થશે કેમ કે, નર મરઘીના બચ્ચાઓની હત્યાને કારણે ચિકન ઈન્ડસ્ટ્રીને નુકસાન થયું છે. આ નુકસાનથી બહાર આવવા માટે ઈઝરાયલના સ્ટાર્ટઅપ સૂસ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો નવી ટેક્નિક વિકસિત કરી રહ્યા છે. જેનાથી ઈંડામાં રહેલા નર મરઘીના બચ્ચાનું જેન્ડર બદલી શકાય.
ચિકન ઈન્ડસ્ટ્રીમાં નર મરઘીના બચ્ચાઓની જરૂરિયાત ઓછી
દુનિયામાં દર વર્ષે 700 કરોડ નર મરઘીના બચ્ચાઓની હત્યા કરવામાં આવે છે કેમ કે ચિકન ઈન્ડસ્ટ્રીમાં મુરઘીઓની તુલનામાં તેમની જરૂરિયાત ઓછી હોય છે. સૂસ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અત્યારે અમે તે સમજવાની ટેક્નિક વિકસિત કરી રહ્યા છે કે જેનાથી આપણને ઈંડા જોઈને એ ખબર પડી જાય કે તેમાંથી નર મરઘીનું બચ્ચું આવશે કે માદા.
આવી રીતે ઈંડાની અંદર જ નર મરઘીના બચ્ચાઓ માદા બની જશે
ઈંડામાં રહેલા મરઘીના બચ્ચાઓનું જેન્ડર ઓળખવા માટે વૈજ્ઞાનિકો એગ ફ્લૂડ (ઈંડા)ના સેમ્પલ અને ઓપ્ટિકલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપના અનુસાર, એગ ફ્લૂડના સેમ્પલ લઈને ઓપ્ટિકલ ટેક્નોલોજી દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ સાઉન્ડ વાઈબ્રેશનથી જનીન બદલીને નરમાંથી માદા મરઘીના બચ્ચાં પરિવર્તિત કરી શકાય છે.
13 દિવસ સુધી સ્પીકરના અવાજની વચ્ચે ઈંડા રાખવામાં આવશે
સૂસ ટેક્નોલોજી પોતાની નવી ટેક્નિકનું ટ્રાયલ અત્યાર ઈઝરાયલ, અમેરિકા અને ઈટાલીમાં કરી રહી છે. વૈજ્ઞાનિકોના અનુસાર, ઈંડાને સ્પીકરના અવાજની વચ્ચે 13 દિવસ સુધી રાખવામાં આવશે. આ દરમિયાન તાપમાન અને ભેજ જરૂરિયાત મુજબ જાળવવામાં આવશે, તેનું ધ્યાન રાખવામાં આવશે. સ્પીકરમાંથી નીકળતા સાઉન્ડ મરઘીના બચ્ચાઓના જનીન પર અસર કરશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.