તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Buy A Polish That Matches The Color Of The Shoes, If You Have Soft Leather, Use A Horse Hair Brush To Polish.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેધર શૂઝની દેખભાળ:શૂઝ કલરને મેચિંગ પોલિશ ખરીદો, સોફ્ટ લેધર હોય તો પોલિશ માટે હોર્સ હેર બ્રશ વાપરો

5 મહિનો પહેલા

માત્ર છોકરાઓ નહિ પણ છોકરીઓ પણ લેધર શૂઝ પહેરે છે. દર વર્ષે શિયાળો આવે તેમ લેધર શૂઝની ડિમાન્ડ પણ વધી જાય છે. ઓફિસ માટે અલગ અને કેઝ્યુઅલ વિકેન્ડ વેર માટે અલગ શૂઝ રાખવા યોગ્ય છે. આ શૂઝનું જો વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે તો તે આખું વર્ષ દરમિયાન તમારો સાથ નહિ છોડે. લેધર શૂઝ અઠવાડિયાંમાં એકવાર સાફ ચોક્કસ કરો. જો તમારી પાસે પણ લેધર શૂઝ છે તો જાણો તેને પોલિશ કરવાની સરળ રીત જેથી તેની ચમક કાયમ બની રહે.

1. સોફ્ટ લેધર છે તો હોર્સ હેર બ્રશ પોલિશ કરી શકો છો. તે સોફ્ટ હોય છે અને શૂઝ પર સ્ક્રેચ પડતા નથી. હોર્સ હેર બ્રશને લિક્વિડ વોશથી સરળતાથી સાફ કરી શકાય છે.

2.પહેલાં એક નાના બ્રશથી શૂઝ પોલિશ કરો જેથી પોલિશ દરેક ભાગ પર લાગે. હવે તેને આખી રાત રહેવા દો. સવારે હોર્સ હેર બ્રશ લઈને શૂઝ પર સુકું બ્રશિંગ કરો. એ પછી એક સોફ્ટ કપડાંથી તેની ચમક વધારો.

3. શૂઝ કલરની મેચિંગ જ પોલિશ ખરીદો. ન્યૂટ્રલ વેક્સનો ઉપયોગ ના કરો તો સારું રહેશે. તે શૂઝની ક્રીઝમાં જતું રહે છે અને સફેદ લાઈનવાળું ફિનિશિંગ આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો