તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Burglar Breaks Into Couple's Home At Night And Takes A Shower, Owner Spots Him Wrapped In A Towel

અમેરિકા:રાતે 11 વાગ્યે ચોરે કપલના ઘરમાં ઘૂસણખોરી કરી, ચોરી કરવાને બદલે શૉવર લેવાનું પસંદ કરતાં જ માલિકે તેને દબોચી લીધો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેલિફોર્નિયાના મીડૉ વિસ્ટાના સ્ટીવના ઘરમાં આવી વિચિત્ર ઘટના બની
  • સ્ટીવની પત્નીને બાથરૂમમાંથી અવાજ આવતાં તેણે સ્ટીવને ઊંઘમાંથી જગાડ્યો હતો
  • બાથરૂમની બહાર ટૉવેલ લપેટીને ઊભેલા ચોરને જોતાં સ્ટીવ પણ ચોંકી ગયો

અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. મીડૉ વિસ્ટાના એક ઘરમાં ચોર ચોરી કરવા આવ્યો હતો. ઘરના માલિક પણ હાજર હતા. ચોરી કરવાને બદલે ચોરને ખબર નહિ શું સૂજ્યું તો તેણે બાથરૂમમાં શૉવર લેવાનો પસંદ કર્યો. શૉવરના અવાજથી ઘરના માલિક જાગૃત થયા અને તેને ગન પોઈન્ટ પર દબોચી લીધો.

આ ઘટના સ્ટીવ બાયરના ઘરમાં બની છે. સ્ટીવ રાતે ઊંઘમાં હતો અને તેની પત્ની ટીવી જોઈ રહી હતી. પત્નીને ઉપરના રૂમમાં કોઈ અવાજ આવ્યો અને તેને સ્ટીવનો જગાડ્યો. સ્ટીવે ધ્યાનથી સાંભળ્યું તો તેના બાથરૂમમાં કોઈ શૉવર લઈ રહ્યું હતું.

સ્ટીવે ગન પોઈન્ટ પર ચોરને બેસાડી રાખ્યો હતો
સ્ટીવે ગન પોઈન્ટ પર ચોરને બેસાડી રાખ્યો હતો

ઘરમાં કોઈ અજાણી વ્યક્તિની હાજરીથી સ્ટીવે તો પહેલાં તેની સેફ્ટી માટે બંદુક ઉઠાવી લીધી. બંદુક સાથે તે ઉપર ગયો ને જોયું તો ચોર બાથરૂમની બહાર ટૉવેલ લપેટીને ઊભો હતો.

સ્ટીવના ગાર્ડનનો સિરામિક દરવાજો તોડી ચોર ઘરમાં ઘુસ્યો હતો
સ્ટીવના ગાર્ડનનો સિરામિક દરવાજો તોડી ચોર ઘરમાં ઘુસ્યો હતો

સ્ટીવના ઘરમાં ચોરી કરવા આવેલો યુવક 25 વર્ષનો હતો. સ્ટીવે પોલીસ બોલાવતાં જ પોલીસે તેની ધરપકડ કરી. જ્યાં સુધી ઘરમાં પોલીસ આવે ત્યાં સુધી સ્ટીવે તેને ગન પોઈન્ટ પર બેસાડી રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...