તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Britain's Derek And Her Husband Margaret Firth Have Lived Together For 70 Years Of Marriage, Corona Took Their Last Breaths Together

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્યાર હો તો એસા:બ્રિટનના ડેરેક અને તેમની પત્ની માર્ગરેટ લગ્ન પછી 70 વર્ષ સુધી સાથે રહ્યા, કોરોનાકાળમાં અંતિમ શ્વાસ પણ જોડે લીધા

2 મહિનો પહેલા

બ્રિટનમાં રહેતા પતિ પત્ની ડેરેક અને માર્ગરેટ ફિર્થ બંને 91 વર્ષના હતા. તેમનો ગાઢ પ્રેમ એવો કે બંનેએ અંતિમ શ્વાસ પણ એકસાથે જ લીધા. ગત અઠવાડિયે ટ્રેફોર્ડ હોસ્પિટલમાં કોરોનાને કારણે બંનેનાં મૃત્યું થયાં. તેમની દીકરી બાર્બરા સ્મિથે જણાવ્યું કે પહેલા પિતા બીમાર થયા અને ત્યારબાદ માતા. ડૉક્ટર્સને લાગતું હતું કે માર્ગરેટ, ડેરેક વગર વધારે દિવસ જીવિત નહિ રહી શકે. તેથી તેણે ડેરેકને પણ એ જ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, પરંતુ 31 જાન્યુઆરીએ ડેરેકે દુનિયાને અલવિદા કહ્યું. તેના 3 દિવસ પછી માર્ગરેટે પણ અંતિમ શ્વાસ લીધા.

બંનેએ 70 વર્ષનું લગ્ન જીવન વિતાવ્યું
બંનેએ 70 વર્ષનું લગ્ન જીવન વિતાવ્યું

આ કપલને 14 વર્ષની ઉંમરમાં જ એકબીજાથી પ્રેમ થયો હતો. ત્યારબાદ તેમણે લગ્ન કર્યા હતા. તેમના પ્રેમથી પ્રભાવિત થઈને લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ કપલના 5 બાળકો, 11 પૌત્ર અને 4 પ્રપૌત્ર છે. ડેરેકે માર્ગરેટ સાથે 1950માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમનો મોટા ભાગનો સમય પાર્ટિંગનમાં પસાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો