ઝારખંડ:સાત ફેરાં ફર્યા પછી દુલ્હનને છોકરો ના ગમતા સેંથો પૂરવાની ના પાડી મંડપમાંથી ઊભી થઈ ગઈ, જાનૈયા લગ્ન ખર્ચ માગવા ધરણા પર બેઠા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂટ પહેરીને લગ્ન કરવા આવેલો વરરાજા ખાલી હાથે ઘરે ગયો - Divya Bhaskar
સૂટ પહેરીને લગ્ન કરવા આવેલો વરરાજા ખાલી હાથે ઘરે ગયો
  • દુલ્હને તેના માતા-પિતાને કહ્યું, મને છોકરો ગમતો નથી, હું લગ્ન નહીં કરું
  • અડધી લગ્ન વિધિ પૂરી થઈ ગયા પછી મેરેજ કેન્સલના કેસ વધ્યા
  • વરરાજાના પિતાએ કહ્યું, અમને લગ્નનો ખર્ચો પાછો આપો

લગ્ન મંડપમાં વિધિ પૂરી થયા પહેલાં જ તૂટતા મેરેજનાં કેસ ઘણા વધી ગયા છે. ઉત્તર પ્રદેશમાં તો આવા કેસ વધી રહ્યા છે, હાલ ઝારખંડના રાંચીમાં આવી જ અજીબોગરીબ ઘટના બની છે. ચાલુ વિધિમાં જ્યારે દુલ્હો દુલ્હનનાં માથામાં સેંથો પૂરવા આગળ આવ્યો તો દુલ્હન મંડપ છોડીને ચાલી ગઈ અને લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી. દુલ્હને કહ્યું, મને દુલ્હો ગમતો નથી આથી હું લગ્ન નહીં કરું.

ખર્ચો લેવા મહેમાનો ધરણા શરુ કર્યા
ખર્ચો લેવા મહેમાનો ધરણા શરુ કર્યા

મહેમાનો ધરણા પર બેઠા
દુલ્હનના નિર્ણયથી કન્યા અને વર પક્ષ એમ બંને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ પછી જાનૈયાઓએ કહ્યું કે, દુલ્હન લગ્ન કરી લે અથવા તો લગ્નનો બધો ખર્ચો અમને પાછો આપે. આમ જાનમાં આવેલા મહેમાનો તો લગ્નનાં મંડપમાં જ ધરણા પર બેસી ગયા. જો કે, કઈ સોલ્યુશન ના મળતા તેઓ ઊભા થઇને જતા રહ્યા.

જાન લીલા તોરણે પાછી ફરી
જાન લીલા તોરણે પાછી ફરી

વિનોદ અને ચંદા એકમેકના થઈ શક્યા
રાંચીના ધુર્વા ધાનામાં મોસીવાડી વિસ્તારમાં આ લગ્ન કેન્સલ થયા. વિનોદ લોહરાના લગ્ન મોસીવાડીની રહેવાસી ચંદા સાથે નક્કી કર્યા હતા. વિનોદ 29 જૂને જાન લઈને પરણવા આવ્યો પણ તેને ખાલી હાથે જવું પડ્યું.

દુલ્હને કહ્યું, મને છોકરો ગમતો નથી
દુલ્હને કહ્યું, મને છોકરો ગમતો નથી

29 જૂને દુલ્હા-દુલ્હને એકબીજાને વરમાળા પહેરાવી, સાત ફેરાં ફર્યા અને પછી સિંદૂર પૂરવાનો સમય આવ્યો તો દુલ્હન ચંદા અચાનક મંડપમાંથી ઊભી થઈને જતી રહી.દુલ્હાનાં પિતાએ કહ્યું, અમે લગ્નનો ખર્ચ માગી રહ્યા છે પણ કોઈ જવાબ આપતું નથી. તો બીજી તરફ દુલ્હને તેના માતા-પિતાને કહ્યું, મને છોકરો ગમતો નહોતો આથી હું મંડપમાંથી ઊભી થઈ ગઈ.

ઉત્તરપ્રદેશમાં મેરેજ કેન્સલ થવાના કેસ વધી ગયા
મહોબામાં એક દુલ્હને લગ્નનાં મંડપમાં 6 ફેરાં ફર્યા પછી મેરેજ કરવાની ના પાડી દીધી. આ યુવતીને છોકરો ના ગમતા જાન ખાલી હાથે પાછી ફરી. બંને પરિવાર વચ્ચે ઝઘડો શરુ થઈ જતા અડધી રાતે આ મામલો પંચાયત સુધી પહોંચ્યો. ગ્રામ પંચાયતે લગ્ન ના કરવાનું કારણ પૂછતા દુલ્હને કહ્યું, તેને વરરાજો ગમતો નથી. તેની સાથે આખી જિંદગી નહીં રહી શકે.

આની પહેલાં જોનપુરમાં યોજાયેલા એક લગ્નમાં દુલ્હનને તેના પતિનું પ્રેમ પ્રકરણ ખબર પડતા સાસરે પહોંચતાની સાથે જ બધા વચ્ચે લાફો ઝીંકી દીધો હતો. દુલ્હન કપડા બદલીને સીધી તેના ઘરે આવી ગઈ હતી. દુલ્હાને ચશ્માં પહેર્યા વગર વાંચવામાં તકલીફ પડતા દુલ્હને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તો બીજી બાજુ લગ્નમાં જાનને ભોજનમાં મટન ના મળતા દુલ્હો મંડપ છોડીને ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...