તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપરબગનો રામબાણ ઈલાજ બ્રેસ્ટ મિલ્ક:એન્ટિબાયોટિક્સથી પણ નાશ ન પામતાં બેક્ટેરિયાનો ખાતમો માતાનું દૂધ કરી શકે છે, તેમાં રહેલું શુગર સુપરબગનો અંત લાવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટિબાયોટિક્સ દવાઓ પર જેમના પર અસર કરતી નથી તેવા બેક્ટેરિયાને સુપરબગ કહેવાય છે
  • બ્રેસ્ટ મિલ્કનું શુગર આ સુપરબગનો નાશ કરી શકે છે
  • માદા ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગમાં બ્રેસ્ટ મિલ્કે સુપરબગનું સંક્રમણ ઓછું કર્યું

માતાનું દૂધ એટલું પાવરફુલ હોય છે કે તે સુપગબગનો પણ ખાતમો કરી શકે છે. સુપરબગ એવા બેક્ટેરિયા હોય છે જેના પર એન્ટિબાયોટિક્સ દવાઓ બેઅસર સાબિત થાય છે. આવા ડ્રગ રેઝિસ્ટન્સ સુપરબગ પર રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બ્રેસ્ટ મિલ્કમાં રહેલા શુગરથી તેમનો નાશ થઈ શકે છે. લેબમાં તેનું ટ્રાયલ સફળ રહ્યું છે.

માતાના દૂધથી કેવી રીતે સુપરબગનો નાશ કેવી રીતે કરી શકાય છે આ પ્રયોગ કેટલો અસરકાર છે અને તે કેવા દર્દીઓ માટે કામ લાગશે આવો જાણીએ...

બ્રેસ્ટ મિલ્કનું શુગર સુપરબગનો સામનો કરશે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રેસ્ટ મિલ્કમાં રહેલાં શુગર એ બેક્ટેરિયાનો નાશ કરે છે જે એન્ટિબાયોટિક્સથી પણ નાશ પામતા નથી. દર્દીમાં બેક્ટેરિયાના સંક્રમણનો નાશ કરવા એન્ટિબાયોટિક્સ જ્યારે કામ નહિ કરે ત્યારે આ શુગરનો પ્રયોગ કરવામાં આવશે.

પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ વૈજ્ઞાનિકોએ માતાના દૂધમાં રહેલું શુગર (ઓલિગોસેકરાઈડ) અલગ કર્યું. ત્યારબાદ માણસની કોશિકાઓને બેક્ટેરિયાના ગ્રુપ B સ્ટ્રેપ્ટોકોકસ (GBS)થી સંક્રમિત કરવામાં આવી. પ્રયોગમાં જોવા મળ્યું કે શુગરને કારણે આ બેક્ટેરિયાનું સંક્રમણ ઓછું થયું.

આ જ પ્રયોગ સંક્રમિત ગર્ભવતી માદા ઉંદર પર કરવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે માદા ઉંદરમાં શુગર પહોંચ્યા બાદ સંક્રમણ ધીરે ધીરે ફેલાવાનું બંધ થયું. સંશોધકોનું કહેવું છે કે, બ્રેસ્ટ મિલ્ક બેક્ટેરિયાને ટિશ્યુથી ચોંટતા રોકે છે. તેથી સંક્રમણનું જોખમ ઘટે છે. આટલું જ નહિ આ દૂધ શરીરમાં એવા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે જે ફાયદો પહોંચાડે છે. સાથે જ તે ખતરનાક બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે.

GBS ગ્રુપના બેક્ટેરિયા સૌથી ઘાતક
GBS ગ્રુપના બેક્ટેરિયા સૌથી ખતરનાક ગણાય છે. આ બેક્ટેરિયા જ માણસમાં પોઈઝનિંગ, મેનિન્જાઈટિસ જેવા રોગો માટે જવાબદાર છે. આ બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સ દવાની અસર ઓછી થઈ રહી છે. તેથી વૈજ્ઞાનિકો તેનાથી છુટકારો મેળવવા માટે નવો વિકલ્પ શોધી રહ્યા છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માતાનું દૂધ બાળકોને સંક્રમણ અને અન્ય બીમારીથી બચાવવાનું કામ કરે છે. તેના પર રિસર્ચ કરનાર વંડરબિલ્ડ યુનિવર્સિટીના સંશોધક રિબેકા મૂરેનું કહેવું છે કે, પ્રયોગ દરમિયાન સામે આવ્યું કે માદા ઉંદરના રીપ્રોડક્ટિવ ટ્રેક્ટના વિવિધ 5 ભાગોમાં સંક્રમણ ઓછું થયું છે.

બ્રેસ્ટ મિલ્કમાં શુગર ઓળખવાનો પ્રયાસ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બ્રેસ્ટ મિલ્કમાં 200થી વધારે શુગર જોવા મળે છે. તેને ઓળખવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. દુનિયામાં ઘણા લોકો ઈમ્યુનિટી વધારવા માટે બ્રેસ્ટ મિલ્કનું સેવન કરી રહ્યા છે. તેમાં જેનિફર એનિસ્ટન અને કિમ કર્દાશિયાં જેવાં સેલેબ્સ પણ સામેલ છે.

માતાના દૂધથી નવજાત બાળકને 4 મોટા ફાયદા

  • ઈમ્યુન સિસ્ટમ સારી થાય છે: જન્મના 1 કલાકની અંદર માતાનું દૂધ પીનાર બાળકોને નાની ઉંમરે મૃત્યુનું જોખમ 20% સુધી ઓછું થઈ જાય છે. બાળક વેક્સિનેશન પ્રત્યે સારો રિસ્પોન્ડ કરે છે.
  • સંક્રમણનું જોખમ ઓછું રહે છે: માતાનું દૂધ પીવાથી બાળકમાં ડાયેરિયાનું જોખમ ઓછું થાય છે. આંતરડાંમાં સંક્રમણનું જોખમ આશરે 64% ઘટી જાય છે. 6 મહિના અને વધારે સમય સુધી માતાનું દૂધ પીનારા બાળકોમાં ડાયટથી જોડાયેલી એલર્જીના કેસ ઓછા સામે આવે છે.
  • રેસ્પિરેટરી સિસ્ટમ સારી કામ કરે છે: માતાનું દૂધ પીવાથી બાળકોમાં શ્વાસ સંબંધિત સંક્રમણનું જોખમ 72% સુધી ઓછું થાય છે. ન્યૂમોનિયા, સિઝનલ શરદી ઉધરસનું જોખમ ઓછું રહે છે.
  • બાળકનો IQ લેવલ વધારે રહે છે: માતાના દૂધમાં કોલેસ્ટેરોલ અને અન્ય ફેટ ઓછા હોય છે. નર્વ ટિશ્યૂનો સારો વિકાસ થાય છે. તેવામાં બાળકનો IQ લેવલ 2થી 5 પોઈન્ટ વધારે હોય છે. તેમનું હૃદય વધુ સારી રીતે કામ કરે છે.