સંસદમાં બાળક સાથે લાવવા પર વિવાદ:બ્રેસ્ટફીડિંગ કરાવતી બ્રિટિશ સાંસદ દીકરા સાથે આવતા તેને સંસદમાં પગ ના મૂકવા દીધો, વડાપ્રધાન બોરિસ જોન્સને નિયમ બદલવાની વાત કરી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2018માં પૂર્વ લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર પ્રથમવાર બાળક સાથે આવી હતી

બ્રિટનમાં એક મહિલા સાંસદ તેના બાળક સાથે સંસદની કાર્યવાહીમાં સામેલ થઇ. આ વાત આખી દુનિયામાં ટૉક ઓફ ધ ટાઉન બની છે. લેબર પાર્ટીમાં સાંસદ સ્ટેલા ક્રેઝી પોતના બાળક સાથે આવી હોવાથી તેને સંસદમાં પગ ના મૂકવા દીધો. સ્ટેલાએ ફરિયાદ કરી કે, જો આ રીતે કામ થશે તો ભવિષ્યમાં તકલીફો વધશે. સ્ટેલાએ આ ફરિયાદ કરી ત્યારે તેનો દીકરો કાંગારું બેલ્ટમાં સૂઈ રહ્યો હતો.

આખી ઘટના શું છે?
આ મામલો મંગળવારનો છે. સ્ટેલા તેના દીકરા પિપને કાંગારું બેલ્ટમાં લઈ સંસદ પહોંચી. તે સંસદની ચર્ચામાં સામેલ થવા માગતી હતી પણ નિયમોનું નામ આપીને તેને રોકી. એ પછી એક અધિકારીએ મેલ કર્યો કે, નિયમ અનુસાર તમે બાળકને સાથે રાખીને સદનમાં ના બેસી શકો. સ્ટેલાએ આ નિયમનો વિરોધ કર્યો. અમુક સાંસદોએ સ્ટેલાને સપોર્ટ પણ કર્યો અને તેને ખાતરી આપી કે, ભવિષ્યમાં આ નિયમને રિવ્યૂ કરવામાં આવશે.

હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોઈલે સાંસદોને કહ્યું, અધિકારીએ સ્ટેલાને આવતા રોકી તે વાતની મને કોઈ જાણકારી નથી. સ્ટેલાએ મહિલા સાંસદોને ફુલ મેટરનિટી કવર આપવા માટે કેમપેન ચલાવ્યું હતું.

વડાપ્રધાન બોરિસ જોન્સને પણ સમર્થન કર્યું
પીએમ બોરિસે નિયમોમાં સુધારો લાવવાની વાત કરી છે. બોરિસની પત્ની પણ બીજી વખત માતા બનવાની છે. જો કે, વડાપ્રધાને કહ્યું કે, આ વાત પર અંતિમ નિર્ણય હાઉસ ઓફ કોમન્સ કરશે. બ્રિટિશ પીએમના સ્પોક્સપર્સને કહ્યું, અમે પાર્લિયામેન્ટને આધુનિક અને આ સદી પ્રમાણે બનાવવા અને ચલાવવા માગીએ છીએ.

પૂર્વ લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર જો સ્વિન્સન તેના બાળક સાથે
પૂર્વ લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર જો સ્વિન્સન તેના બાળક સાથે

બ્રિટિશ પાર્લિયામેન્ટમાં મનાઈ હોવા છતાં બાળકોને લાવવાની પરંપરા રહી છે. પૂર્વ લિબરલ ડેમોક્રેટ જો સ્વિન્સન પ્રથમ મહિલા સાંસદ હતાં જે વર્ષ 2018માં પ્રથમવાર બાળક સાથે સંસદમાં આવી હતી. લેબર સાંસદ એલેક્સ જોન્સે ટ્વીટ કરીને જણાવ્યું કે, વર્ષ 2019માં સ્પીકર હોઈલીએ મને પાર્લિયામેન્ટમાં બાળકને સાથે લાવવાની અને તેને બ્રેસ્ટફીડિંગ કરાવવાની મંજૂરી આપી હતી. લૉ મિનિસ્ટર ડોમિનિક રૉબ સ્ટેલાનું સમર્થન કરી શકે છે કારણકે આની પહેલાં પણ તેઓ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.