તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Boyfriend Broke Up And Started Dating Another Woman, In Retaliation The Young Woman Rented His Car And Broke Traffic Rules 50 Times.

એક બદલા ઐસા ભી:બોયફ્રેન્ડે બ્રેક અપ કરી અન્ય મહિલા સાથે ડેટિંગ શરૂ કર્યું, બદલો લેવા માટે યુવતીએ તેની કાર ભાડે લઈ 50 વખત ટ્રાફિક રૂલ્સ તોડ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઘટના ચીનના શાઓક્શીંગ શહેરની છે
  • લોઉ નામની યુવતીએ એક્સ બોયફ્રેન્ડ કિયાનની કાર ભાડે લઈ ટ્રાફિક રૂલ્સ તોડ્યા
  • કિયાને અન્ય મહિલા સાથે ડેટ કરવા માટે બ્રેક અપ કર્યું હોવાથી લોઉએ આ રીતે બદલો લીધો

બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે મહિલા ગમે તે હદે જઈ શકે છે. આ વાતને સાબિત કરતો કિસ્સો તાજેતરમાં ચીનમાં જોવા મળ્યો છે. લોઉ નામની માહિલાના બોયબ્રેન્ડે બીજી મહિલાને ડેટ કરવા માટે બ્રેક અપ કર્યું તો લોઉનો ગુસ્સો આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયો. લોઉએ બદલો લેવા માટે તેના એક્સ બોય ફ્રેન્ડની કાર ભાડે લઈ 2 દિવસમાં 50 વખત ટ્રાફિક રૂલ્સ તોડ્યા.

આ ઘટના પૂર્વ ચીનના શાઓક્શીંગ શહેરની છે. લોકલ પોલીસને જાણ થઈ કે એક કાર ચાલકે 2 જ દિવસમાં 49 રેડ સિગ્નલ ક્રોસ કર્યા છે અને 1 વખત ઓવર સ્પીડ માટે ટ્રાફિક રૂલ તોડ્યો છે. પોલીસે જ્યારે ટ્રાફિક રૂલ્સ તોડવા માટે કાર ચાલકની તપાસ કરી તો માલુમ પડ્યું કે તે કાર ભાડા પર હતી. કારના માલિક કિયાન શેને પોલીસને જણાવ્યું કે તેણે 2 દિવસ માટે કાર ઝ્હૂ નામના વ્યક્તિને ભાડે આપી હતી.

પ્રેમમાં બદલો લેવા માટે 2 દિવસમાં 50 વખત ટ્રાફિક નિયમોનો ભંગ
​​​​​​​પોલીસે આગળ તપાસ કરતાં ઝ્હૂ પાસે ગઈ ત્યારે ઘટનાનો ભાંડો ફૂટ્યો કે 2 દિવસમાં 50 વખત ટ્રાફિક નિયમોનો ભંગ પ્રેમમાં બદલો માટે કરવામાં આવ્યો છે. ઝ્હૂએ પોલીસને જણાવ્યું કે તે લોઉ નામની યુવતી સાથે ડેટ પર જવા માગતો હતો. લોઉની શરત હતી કે તે એક્સ બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે તેનો સાથ આપે. એટલા માટે ઝ્હૂએ લોઉના એક્સ બોયફ્રેન્ડની કાર ભાડેથી લીધી અને તેને ચલાવી મનભરીને ટ્રાફિક રૂલ્સ તોડ્યા.

લોઉને એટલા માટે લાગી આવ્યું હતું કારણે કે લોઉ અને કિયાન શેન ઘણા ટાઈમથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. કિયાને કોઈ બીજી યુવતીને ડેટ કરવા માટે લોઉ સાથે બ્રેક અપ કર્યું. આ વાતથી લોઉનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા તેણે આ રીતે બદલો લેવાનું વિચાર્યું.

જોકે આ આવો પહેલાં વિચિત્ર કિસ્સો નથી કે એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે યુવતીએ આઉટ ઓફ ધ બોક્સ કારસ્તાન કર્યા હોય. ગયા મહિને જ થાઈલેન્ડની એક મહિલાએ એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે તેના બાઈકને આગ લગાવી દીધી હતી. તો એક મહિલાએ બ્રેક અપ બાદ 10,000 કિલોમીટર ટ્રાવેલ કરી લવ લોક તોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...