• Gujarati News
  • Lifestyle
  • Bottle Stuck In The Genitals Of A 45 year old Man In A Cycle Of Sexual Pleasure, Treated After Returning To The Same Condition For 2 Months

ગાંડપણ:જાતીય આનંદના ચક્કરમાં 45 વર્ષીય વ્યક્તિના ગુપ્તાંગમાં બોટલ ફસાઈ, 2 મહિના સુધી આ જ હાલતમાં ફર્યા બાદ સારવાર કરાવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • નેપાલના 45 વર્ષના એક વ્યક્તિએ આવું પરાક્રમ કર્યું
  • 2 મહિના સુધી ગુપ્તાંગમાં બોટલ ફસાયેલી રહેતાં ગુપ્તાંગમાં સડો થઈ ગયો

નેપાળની હોસ્પિટલમાં એક ચોંકવાનર કેસ સામે આવ્યો છે. 45 વર્ષના વ્યક્તિના ગુપ્તાંગમાં પ્લાસ્ટિકની બોટલ ફસાઈ ગયેલી હોવા છતાં તે આવી હાલતમાં 2 મહિના સુધી ફર્યો. અસહ્ય દુખાવો થતા તેણે હોસ્પિટલના દરવાજા ખખડાવ્યા.

ઈન્ટરનેશનલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ વ્યક્તિ નેપાળનો છે. આ વ્યક્તિએ જાતીય આનંદ માણવા માટે પોતાના ગુપ્તાંગમાં પાણીની બોટલ ફસાવી. આ બોટલ ગુપ્તાંગમાં જ ફસાઈ જતાં તેણે ડૉક્ટર પાસે જવાને બદલે આવી હાલતમાં જ ફરવાનો નિર્ણય લીધો.

2 મહિના સુધી ગુપ્તાંગમાં બોટલ લઈને ફર્યો

બોટલની આગળનો ભાગ કાપી દીધા બાદ ઢાંકણાવાળો ભાગ તેના ગુપ્તાંગમાં જ ફસાયેલો રાખી તે 2 મહિના સુધી ફર્યો. 2 મહિના પછી અસહ્ય પીડા થયા બાદ તેણે ડૉક્ટર પાસે જવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલમાં ડૉક્ટરે તપાસ્યું તો તેના ગુપ્તાંગમાં સોજા આવી ગયા હતા. બ્લડ ફ્લો રોકાઈ જવાથી તેનો ગુપ્તાંગ સડી ગયો હતો અને દુર્ગંધ આવતી હતી.

ગુપ્તાંગમાં બોટલ ફસાઈ જવાનું કારણ જાતીય આનંદ હોવાનું ડૉક્ટરનું અનુમાન છે. જોકે આ વ્યક્તિએ કયા કારણોસર તેના ગુપ્તાંગમાં બોટલ ફસાવી હતી તેનું કારણ જણાવ્યું નથી.

કેબલ કટરની મદદથી બોટલ બહાર કાઢી

બોટલ એવી ભયંકર સ્થિતિમાં ફસાઈ હતી કે મેડિકલ કટર વડે પણ તેને કાઢી ન શકાઈ. ડૉક્ટર્સે કેબલ કટરનો ઉપયોગ કરી ફસાયેલી બોટલ કાઢી. જોકે આ સારવાર બાદ આ વ્યક્તિ ફરી ફોલો ચેક-અપ માટે આવ્યો નહોતો. રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિ મેન્ટલ ડિસઓર્ડરથી પીડાતો હતો અને તેણે અગાઉ એક વખત સુસાઈડનો પ્રયાસ કર્યો હતો.