33 વર્ષથી પુરુષ અજાણ હતો કે તે સ્ત્રી છે:અંડાશય-ગર્ભાશય સાથે જન્મ થયો હતો, 20 વર્ષથી પીરિયડ્સ આવતાં હતાં તો પણ ના પડી ખબર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક વ્યક્તિ સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. 33 વર્ષીય યુવક એ પેશાબમાં લોહી નીકળવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો, પરંતુ જ્યારે તે સારવાર માટે ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમને એ જાણીને આશ્ચર્ય થયું, કે તેમનાં શરીરમાં મહિલાઓનાં અંગો અંડાશય અને ગર્ભાશય છે. ફક્ત એટલું જ નહીં, જેને તે યુરિનમાં બ્લડ આવવાનું સમજી રહ્યો હતો તે ખરેખર પીરિયડ્સનાં લક્ષણો હતાં, જે તેને 20 વર્ષથી આવી રહ્યા હતાં.

33 વર્ષથી અજાણ હતો
આ ઘટના ચીનના સિચુઆન પ્રાંતની છે. આ યુવકની તપાસ કરનારાં ડૉક્ટરોએ જણાવ્યું, કે બાયોલોજીકલી તે ફિમેલ છે. આશ્ચર્યની વાત એ છે, કે 33 વર્ષથી આ યુવકને ખ્યાલ જ નહોતો કે, તે મહિલા છે. ડૉક્ટરોના મત મુજબ આ વ્યક્તિમાં મેલ જેનિટલ ઓર્ગન્સ તો હતાં જ પણ સાથે-સાથે જન્મજાત તેનામાં ફિમેલ સેક્સ ક્રોમોસોમ્સ, અંડાશય અને ગર્ભાશય પણ હતું.

સર્જરી પછી બંને અંગોને બહાર કાઢી લેવામાં આવ્યા
‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ ના અહેવાલ મુજબ ડૉક્ટરોને પહેલાં એવું લાગ્યું, કે યુવકને પેટમાં દર્દ છે, પરંતુ ડૉક્ટરોની ટ્રિટમેન્ટ પછી પણ જ્યારે તેનો દુખાવો ઓછો ના થયો ત્યારે ડૉક્ટરોએ ફરી તેનું આખું બોડી સ્કેન કર્યું હતું અને સાચું કારણ શોધી કાઢ્યું. ગયા મહિને ડૉક્ટર્સે 3 કલાક સર્જરી કરીને તેના શરીરમાંથી અંડાશય અને ગર્ભાશય દૂર કરી દેવામાં આવ્યું.

સર્જન લુઓ શિપિંગે જણાવ્યું હતું, કે ચેન લી એકદમ ઠીક છે અને તે હાલમાં બેડ રેસ્ટ પર છે. તે ટૂંક સમયમાં જ માણસની જેમ સામાન્ય જીવન જીવી શકશે.
સર્જન લુઓ શિપિંગે જણાવ્યું હતું, કે ચેન લી એકદમ ઠીક છે અને તે હાલમાં બેડ રેસ્ટ પર છે. તે ટૂંક સમયમાં જ માણસની જેમ સામાન્ય જીવન જીવી શકશે.

ભારતમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યાં છે
વર્ષ 2018માં ઝારખંડના ગિરીહિડમાં એક યુવકના શરીરમાં સ્ત્રીના અંગો જોવા મળ્યાં હતાં. 25 વર્ષના રાકેશ (બદલેલું નામ)ના શરીરમાં પુરુષના પ્રજનન અંગોની સાથે-સાથે ગર્ભાશય, અંડાશય અને ફેલોપિયન ટ્યુબ જેવાં સ્ત્રીનાં પ્રજનન અંગો પણ વિકસિત થયા હતાં. રાકેશની પત્ની માન્યતા(બદલેલું નામ) એ બીબીસીને જણાવ્યું હતું કે, ‘તેમને (રાકેશને) બાળપણથી હાર્નિયા નામની બીમારી હતી. તેના કારણે તેમને ઘણીવાર અસહ્ય પીડાં થતી અને તે પરેશાન થઈ જતાં. તે કોઈ કામ પણ કરી શકતાં ન હતાં, આ કારણોસર અંતે અમે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. ઓપરેશન માટે તેમને ધનબાદના પાટલિપુત્રા કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH) લઈ આવવામાં આવ્યા. અહીં ડૉક્ટરોએ હાર્નિયાનું ઓપરેશન કરીને આ અંગોને બહાર કાઢ્યાં.

આવો જ એક બીજો કિસ્સો વર્ષ 2017માં પુણેમાં રહેતાં વ્યક્તિ સાગર ગાયકવાડ સાથે જોડાયેલો છે. મેડિકલ ટેસ્ટ રિપોર્ટથી ખ્યાલ આવ્યો, કે તેમના શરીરમાં સ્ત્રીઓના પ્રજનન અંગો અંડાશય અને ગર્ભાશય હાજર છે. જો કે જ્યારે સાગરે બીજી પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવી તો આ રિપોર્ટ ખોટો સાબિત થયો હતો. વિશેષજ્ઞો મુજબ આવાં કેસો હજારોમાં એક હોય છે. વધુ પડતાં કિસ્સાઓમાં જ્યારે વ્યક્તિની સર્જરી કરવામાં આવે તો તેની પ્રજનન ક્ષમતા ખત્મ થઈ જાય છે.