યુનાઈટેડ કિંગડમ નેશનલ હેલ્થ સર્વિસની એક નર્સે વોર્ડના તણાવથી કંટાળીને તેની નોકરી છોડી દીધી અને તેણે બાળકોને ખુશ કરવાનું કામ કર્યું. આ નર્સનું નામ લીડિયા વેલ્શ અને ઉંમર 29 વર્ષની છે. તેને 2014માં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનમાંથી નર્સિંગની ડિગ્રી લીધી અને ત્યારબાદ એક વર્ષ સુધી NHS વોર્ડમાં નર્સનું કામ કર્યું. આ એક વર્ષમાં લીડિયાને લાગવા લાગ્યું કે અહીંનો વર્કલોડ તેના માટે તણાવ પેદા કરનાર છે. તે દિવસોમાં તેને રાત્રે ખરાબ સપના આવતા અને હંમેશાં એન્ક્ઝાઈટી રહેતી.
ફોટો ક્રેડિટ: metro.co.uk
તે પછી તેણે ફૂલ ટાઈમ પ્રિન્સેસ બનવાનું પસંદ કર્યું. આ એક પ્રકારનો બિઝનેસ હતો જેના અંતર્ગત તે બાળકો માટે પાર્ટી હોસ્ટ કરતી અને તેમાં પોતે પ્રિન્સેસ બનીને તે બાળકોની વચ્ચે ખુશીઓ વહેંચતી. લીડિયાએ જણાવ્યું કે, નર્સ બનીને દર્દીઓની આશાઓ પર ખરા ન ઉતરવું મારા માટે નિરાશાજનક હતું. તે દિવસોમાં લીડિયાને એ વાતનો પણ અહેસાસ થયો કે તે આ કામ હંમેશાં નહીં કરી શકે. તે સમયે તેનું જીવન બદલાઈ ગયું જ્યારે એક મેળામાં જવા પર તેના એક મિત્રએ લીડિયાને બાળકોને ખુશ કરવા માટે પ્રિન્સેસ બનવા માટે કહ્યું.
આ ઈવેન્ટના ઓનલાઈન ફોટો પોસ્ટ કરવા પર લીડિયાને ઘણા પેરન્ટ્સ તરફથી તેમના બાળકો માટે પ્રિન્સેસ બનવાની ઓફર મળી. તેના પ્રિન્સેસ બનવાથી બાળકો ખુશ થઈ જતા. તેને પાર્ટીમાં બાળકો માટે પ્રિન્સેસ બનવાના કામને ખુશીથી સ્વીકાર્યું. આ રીતે તેને સારી એવી કમાણી પણ થવા લાગી. 2016માં તેને આ બિઝનેસને સ્નો પ્રિન્સેસ પાર્ટીના નામથી શરૂ કર્યો. અત્યારે બ્રિટનમાં તેની 6 ફ્રેન્ચાઈઝી છે જે સેંકડો બાળકો માટે દર મહિને લગભગ 50 પાર્ટીનું આયોજન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.