મેકઅપ ટિપ્સ:પાર્ટી સિઝનમાં ફરી જૂના ટ્રેન્ડની બોલબાલા, બોલિવુડ એક્ટ્રેસનો પસંદ બન્યો પર્પલ શૅડ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલ્ડ આઉટફિટથી લઈને વેડિંગ ડ્રેસ પર પર્પલ શૅડ સારો લાગશે
  • નાઈટ ફંક્શન માટે ડાર્ક પર્પલ મેકઅપ ટ્રાય કરી શકાય છે

ડિસેમ્બરની પાર્ટી અને વેડિંગ સિઝનમાં પર્પલ મેકઅપની બોલબાલા વધી છે. બોલિવુડ એક્ટ્રેસ આ શૅડ પોપ્યુલર બનાવી રહી છે. મેકઅપ આર્ટિસ્ટ હેતલ સોની પાસેથી જાણો પર્પલ શૅડનો કેવી રીતે ઉપયોગ કરશો...

ફરી પર્પલ શૅડ ટ્રેન્ડમાં

આ સિઝનમાં પર્પલ કલરને હોટ શૅડ કહી શકાય છે. બોલ્ડ આઉટફિટથી લઈને વેડિંગ ડ્રેસ પર આ શૅડ સારો લાગશે. એશ્વર્યાએ પર્પલ મેકઅપ સૌથી વધારે પોપ્યુલર બનાવ્યો છે. Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટમાં એશ્વર્યાએ પર્પલ લિપસ્ટિક કરી સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ પર્પલ શૅડ વધારે ટ્રેન્ડી બનવા લાગ્યો.

શિલ્પા શેટ્ટીએ શિમરી પર્પલ સ્કર્ટના પર્પલ કલરનો આઈમેકઅપ કર્યો તો તે ફેન્સને ઘણો પસંદ આવ્યો. સોશિયલ મીડિયા પર શિલ્પાને આ પર્પલ મેકઅપ માટે ખોબલે ખોબલે પ્રશંસા મળી.

ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે લાઈટ પર્પલ સાડી સાથે પર્પલ આઈ મેકઅપ અને નેઈલ પોલિશ કરી. વેડિંગ સિઝનમાં માધુરીનો આ લુક તમે અપનાવી શકો છો.

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ મલાઈકા અરોડાએ પર્પલ શિમરી પાર્ટી ડ્રેસ સાથે સોફ્ટ મેકઅપ કર્યો. પાર્ટી માટે તમે મલાઈકાનો આ લુક કોપી કરી શકો છો.

જાન્હવી કપૂર વેસ્ટર્ન અને ટ્રેડિશનલ લુકમાં પર્ફેક્ટ લાગે છે. લાઈટ પર્પલ કલરની સીક્વન્સ સાડીના લુકની ઘણી ચર્ચા થઈ. વેડિંગ સિઝનમાં તમે જાન્હવીનો આ લુક ટ્રાય કરી શકો છો.

પર્પલ મેકઅપની બોલબાલા
હેતલ જણાવે છે કે, લગ્ન માટે દુલ્હન પેસ્ટલ કલરના આઉટફિટ પસંદ કરે છે. આ લુક સાથે સોફ્ટ પર્પલ મેકઅપ સારો લાગે છે. નાઈટ ફંક્શન માટે ડાર્ક પર્પલ મેકઅપ ટ્રાય કરી શકાય છે. પર્પલ વેલ્વેટ ગાઉન સાથે બ્લુઈશ પર્પલ મેકઅપ સારો લાગે છે. પિંકિશ પર્પલ મેકઅપ કોઈ પણ આઉટફિટ સાથે મેચ થઈ જાય છે. વ્હાઈટ ગાઉન સાથે પર્પલ મેકઅપ મેચ થાય છે. ડાર્ક કોમ્પ્લેક્શન હોય તો ડાર્ક પર્પલ શૅડ ટ્રાય કરી શકો છો.