• Gujarati News
  • Lifestyle
  • Bodybuilder, Who Became 'grandmother' After Getting Fed Up With Her Husband's Sorcery, Is Dating A Young Man 15 Years Younger Than Her

અમેરિકા:પતિના ટોણાંથી કંટાળીને 'દાદી' બની ગઈ બોડી બિલ્ડર, પોતાનાથી 15 વર્ષ નાના યુવકને કરી રહી છે ડેટ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતિના ટોણાંથી કંટાળીને તેણે બોડી બિલ્ડિંગને જ પોતાની કરિયર બનાવી લીધી. તે પોતાના પતિને છૂટાછેડા આપી ચૂકી છે અને પોતાના બાળકો અને બોયફ્રેન્ડની સાથે રહે છે.  - Divya Bhaskar
પતિના ટોણાંથી કંટાળીને તેણે બોડી બિલ્ડિંગને જ પોતાની કરિયર બનાવી લીધી. તે પોતાના પતિને છૂટાછેડા આપી ચૂકી છે અને પોતાના બાળકો અને બોયફ્રેન્ડની સાથે રહે છે. 
  • પતિને છૂટાછેડા આપી દીધા
  • 42 વર્ષીય વેંડી લેવરા એક પ્રોફેશનલ બોડી બિલ્ડર છે

વેંડી જીમ જતી તો તેના પતિના કટાક્ષ સાંભળવા મળતા હતા. જેને પગલે વેંડી બોડી બિલ્ડીંગ માટે 35 વર્ષની ઉંમરે જીમમાં જોડાઈ ગઈ. ત્યારબાદ તેણે પાછું વળીને જોયુ નથી. જો કે અત્યારે તે એક પ્રોફેશનલ બોડી બિલ્ડર છે અને લોકોને મોટીવેટ કરી રહી છે.

ફિટનેસની બાબતમાં 42 વર્ષની વેંડી લેવરા યુવાન છોકરીઓને પણ માત આપે છે. વેંડી લેવરા પોતાનાથી 15 વર્ષ નાના બોયફ્રેન્ડની સાથે રહે છે અને પોતાની જાતને ‘યંગ’ માને છે. લેવરા એક પ્રોફેશનલ બોડી બિલ્ડર છે, જે પોતાના પતિના ટોણાંથી કંટાળીને તેણે બોડી બિલ્ડિંગને જ પોતાની કરિયર બનાવી લીધી. તે પોતાના પતિને છૂટાછેડા આપી ચૂકી છે અને પોતાના બાળકો અને બોયફ્રેન્ડની સાથે રહે છે.

42 વર્ષની વેંડી લેવરા અમેરિકાના નેવ્હાડામાં રહે છે. પોતાના બાળકો અને બોયફ્રેન્ડની સાથે રહે છે.
42 વર્ષની વેંડી લેવરા અમેરિકાના નેવ્હાડામાં રહે છે. પોતાના બાળકો અને બોયફ્રેન્ડની સાથે રહે છે.

રિપોર્ટના અનુસાર, 42 વર્ષની વેંડી લેવરા અમેરિકાના નેવ્હાડામાં રહે છે. તે વ્યવસાયે એક બોડી બિલ્ડર છે. તેના 15 ઈંચના બાઈસેપ્સ, સુડોળ બોડી અને મજબૂત મસલ્સ જોઈને લોકો તેનાથી મોટીવેટ થાય છે. પરંતુ વેંડીનું પ્રોફેશનલ જીવન હંમેશા આવુ નહોતુ. વેંડીએ જ્યારે પતિને જીમ જવાની વાત કરી તો તેના પતિએ તેની મજાક ઉડાવી. આ વાત વેંડીને ઘણી ખરાબ લાગી અને બોડી બિલ્ડર બનવા માટે તે 35 વર્ષની ઉંમરમાં જીમમાં સામેલ થઈ ગઈ. તેના પછી તેને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

સખત મહેનત અને જીમમાં જઈને વેંડી લેવરાએ એવી બોડી બનાવી કે નેશનલ લેવલની પ્રતિયોગિતામાં ભાગ લેવાની તક પણ મળી. તેને બોડી બિલ્ડિંગમાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

વેંડીએ બોડી બિલ્ડીંગમાં કારકિર્દી બનાવવા માટે ઘણી બધી વસ્તુઓને પાછળ છોડી છે
વેંડીએ બોડી બિલ્ડીંગમાં કારકિર્દી બનાવવા માટે ઘણી બધી વસ્તુઓને પાછળ છોડી છે

પતિને છૂટાછેડા આપ્યા, નોકરી છોડી, નવો પાર્ટનર મળ્યો
વેંડીએ બોડી બિલ્ડીંગમાં કારકિર્દી બનાવવા માટે ઘણી બધી વસ્તુઓને પાછળ છોડી છે. તેણે પોતાના પતિને છૂટાછેડા આપ્યાં છે. આ સાથે તેણે વીમા કંપનીની પોતાની નોકરી પણ છોડી દીધી. વેંડીની મુલાકાત તેનાથી 15 વર્ષ નાના સીન ઑફલેટરી સાથે થઈ. રિપોર્ટના અનુસાર, વેંડી અને સીન છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે અને તે સીનને પોતાનો બોયફ્રેન્ડ પણ માને છે.

પોતાની ફિટનેસથી યુવાન છોકરીઓને પણ માત આપે છે.
પોતાની ફિટનેસથી યુવાન છોકરીઓને પણ માત આપે છે.
15 વર્ષ નાના બોયફ્રેન્ડની સાથે રહે છે.
15 વર્ષ નાના બોયફ્રેન્ડની સાથે રહે છે.

વેંડી દાદી બની ગઈ છે

મોટા દીકરાની એક દીકરી છે. એટલે કે, વેંડી દાદી પણ બની ગઈ છે.
મોટા દીકરાની એક દીકરી છે. એટલે કે, વેંડી દાદી પણ બની ગઈ છે.

વેંડીના પોતાના પૂર્વ પતિના બે દીકરા છે. મોટા દીકરાની ઉંમર 25 વર્ષ છે. જ્યારે નાના દીકરાની ઉંમર 17 વર્ષ છે. મોટા દીકરાની એક દીકરી છે. એટલે કે, વેંડી દાદી પણ બની ગઈ છે. તે જણાવે છે કે બોયફ્રેન્ડને મારા બાળકોનો સાથ પસંદ છે. તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. તેઓ હવે સારા મિત્ર બની ગયા છે.