બ્યુટી ટિપ્સ:બોડી પોલિશિંગથી મળશે પાર્લર જેવો ગ્લો, ઘર પર આ રીતે કરો ટ્રીટમેન્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમારી ત્વચા રુક્ષ અને ખરબચડી જોવા મળતી હોય તો, તમારે સ્કિનની બ્યુટી ટ્રીટમેન્ટની જરૂર છે. બ્યુટી એક્સપર્ટ ભારતી તનેજા જણાવે છે કે, સોફ્ટ અને ગ્લોઈંગ ત્વચા માટે બોડી પોલિશિંગ કરો. બોડી પોલિશિંગ ડેડ સ્કિન અને સન ટૈન રીમુવ કરે છે અને ત્વચામાં ચમક જોવા મળે છે.

શરીર અને મગજને કરે છે રિલેક્સ
આ એક સરળ બ્યુટી ટ્રીટમેન્ટ છે, જેનાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ થાય છે. આ ટ્રીટમેન્ટ આખા શરીરમાં એક્સફોલિએટ, હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે અને સાથે જ શરીર અને માઈન્ડ પણ રિલેક્સ થાય છે.

આખા શરીર પર સ્ક્ર્બ લગાવીને 15થી 20 મિનિટ સુધી સુકાવા દો.
આખા શરીર પર સ્ક્ર્બ લગાવીને 15થી 20 મિનિટ સુધી સુકાવા દો.

આ રીતે કરો બોડી પોલિશિંગ

જો તમે પાર્લર અથવા બ્યુટી પાર્લર જવા નથી માંગતા તો આ આસાન સ્ટેપ ફોલો કરીને ઘરમાં જ ટ્રીટમેન્ટ કરી શકો છો.

સ્ટેપ1 - સૌ પ્રથમ, એક ટુવાલને ગરમ પાણીમાં પલાળી રાખો અને તેનાથી તમારા ચહેરા અને શરીરને સારી રીતે લૂછી લો. જો તમે ઈચ્છો તો ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો.

સ્ટેપ 2 - હવે ઓલિવ ઓઈલને હૂંફાળું ગરમ કરી લો અને ચહેરા અને બોડી પર લગાવીને 5થી 10 મિનિટ માટે મસાજ કરી લો.

સ્ટેપ 3 - આ બાદ આખા શરીર પર સ્ક્ર્બ લગાવો અને ફરીથી 15થી 20 મિનિટ માટે સુકાવા દો.

સ્ટેપ 4 - લૂફા અથવા પ્યુમિસ સ્ટોનથીકોણી, પગની ઘૂંટી, ઘૂંટણ અને શરીરના હાર્ડ ભાગોને સાફ કરો.

સ્ટેપ5 - હવે સ્નાન કરી લો પછી તમારું પસંદગીનું મોઇશ્ચરાઇઝ ક્રીમ અથવા ઓલિવ ઓઇલ ક્રીમ લગાવીને મસાજ કરો. એક-બે દિવસ સુધી સાબુ નો ઉપયોગ ન કરો.

ઘર પર જ બનાવી શકો છો બોડી પોલિશિંગ માટે સ્ક્ર્બ
સ્ક્રબ બનાવવા માટે, એક બાઉલમાં 1 ચમચી કોફી, 1 ચમચી ઘઉંનો લોટ, 1 ચમચી મધ, 2 ચમચી દૂધ અને ઓલિવ તેલના થોડા ટીપાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તેને તમારા આખા શરીર અને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો.

એક બાઉલમાં, 2 ચમચી ઓલિવ ઓઇલ અથવા નારિયેળ તેલ, 1 ચમચી હળદર અને 1 ચમચી ચોખાનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને તેને હળવા હાથે સ્ક્રબ કરો.