• Gujarati News
  • Lifestyle
  • Body Image Pressure Is Increasing Among Young Girls In The Race To Imitate Celebrities And Influencers

સુંદર દેખાવાની લ્હાય:સેલિબ્રિટી અને ઇનફ્લુઅન્સરની કોપી કરવાની હોડમાં યુવતીઓ પર બોડી ઇમેજનું પ્રેશર વધ્યું, ફેમિલીને ઓછો આપી પોતાનું અસ્તિત્વ ભૂલી રહી છે

કમલા બડોની17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીઓ સોશિયલ મીડિયા પર પોતાને સેલિબ્રિટી હોય તેમ રિપ્રેઝન્ટ કરે છે અને પોતે પણ પોપ્યુલર બનવા ઈચ્છે છે
  • સેલિબ્રિટીની જેમ લાઇક્સ અને કમેન્ટ્સ ના મળે ત્યારે તેમનો સ્ટ્રેસ વધી જાય છે

સોશિયલ મીડિયા પર એક્ટિવ ઘણી છોકરીઓ સેલિબ્રિટી અને ઇનફ્લુઅન્સરને ફોલો કરે છે અને તેમના જેવા દેખાવાનું લ્હાયમાં કપડાં, મેકઅપ, જ્વેલરી, ફિટનેસ પર અઢળક રૂપિયા ખર્ચે છે. તેમની ઉપર બોડી ઇમેજનું એટલું પ્રેશર રહે છે કે તેની અસર ધીમે-ધીમે મેન્ટલ હેલ્થ પર પડવા લાગે છે. ફોટો પર વધારે લાઈક અને કમેન્ટ ના હોય તો તેઓ ઉદાસ થઇ જાય છે. સોશિયલ મીડિયાવાળી ઇમેજ ચમકાવવા માટે યંગસ્ટર્સ કેટલું પ્રેશર લે છે અને તેમની માનસિક સ્થિતિ કેટલી ખરાબ થાય છે... આ બધી વાત જાણવા માટે દિવ્ય ભાસ્કરે સાઈકોલોજિસ્ટ અને હેલ્થ કાઉન્સલર નમ્રતા જૈન અને બોડી પોઝિટિવ વેલનેસ કોચ અને યોગા ટીચર નૌશીન શેખ સાથે વાત કરી..

લાઈક -કમેન્ટ્સથી સ્ટ્રેસ વધે છે
એક્સપર્ટે કહ્યું કે, છોકરીઓ પર સૌથી વધારે બોડી ઇમેજનું પ્રેશર કરે છે. તેઓ પણ સેલિબ્રિટીને જેમ સુંદર દેખાવા ઈચ્છે છે અને તેના માટે સોશિયલ મીડિયા પ્રોફાઈલ સારી બનાવવા માટે વધારે સમય અને એનર્જી ખર્ચે છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાને સેલિબ્રિટી હોય તેમ રિપ્રેઝન્ટ કરે છે અને પોતે પણ પોપ્યુલર બનવા ઈચ્છે છે, પરંતુ તેમને સેલિબ્રિટીની જેમ લાઇક્સ અને કમેન્ટ્સ ના મળે ત્યારે તેમનો સ્ટ્રેસ વધી જાય છે.

સેલિબ્રિટીની કોપી કરવી મોંઘી પડશે
બોડી પોઝિટિવ વેલનેસ કોચ અને યોગા ટીચર નૌશીન શેખે કહ્યું કે, સેલિબ્રિટીને સ્ક્રીન પર સારા દેખાડવા પાછળ એક મોટી ટીમ કામ કરતી હોય છે. તેઓ પોતાના લુક્સ અને ફિટનેસ માટે વર્ષોથી કામ કરે છે. આજના યુથમાં આટલું ધૈર્ય નથી. તેમને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, આથી તેઓ ગમે તેવા શોર્ટકટ અપનાવવા તૈયાર થઈ જાય છે. આવું કરવું જોખમી છે અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે.

યુવાનોએ સૌપ્રથમ એક વાત સમજવી જોઈએ કે બધાની બોડી અલગ હોય છે આથી કોઈની સાથે સરખામણી ના કરવી. સ્લિમ-ફિટ દેખાવવા માટે શોર્ટકટ રસ્તો શોધવાને બદલે હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્વીકારો અને હંમેશાં ફોલો કરો.

સોશિયલ મીડિયા ઇમેજ સમજવી જરૂરી છે
​​​​​​​સાઈકોલોજિસ્ટ અને હેલ્થ કાઉન્સલર નમ્રતા જૈને કહ્યું, ઘણી છોકરીઓ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવા પાછળ એટલો બધો સમય ખર્ચ કરે છે કે તેમનો અભ્યાસ કે ફેમિલી ટાઈમ બંને પર ઇફેક્ટ થાય છે. સેલિબ્રિટીની કોપી કરવાના ચક્કરમાં યુવતીઓ પોતાની ઓળખ ગુમાવી દે છે. તેઓ પોતાની સોશિયલ મીડિયા ઇમેજને જ રિયલ લાઈફ સમજીને જીવે છે અને તેમને અટેંશન ના મળે તો તેમનામાં ચીડિયાપણું વધી જાય છે. રિયલ લાઈફમાં કેવી રીતે જીવવું તે ભૂલી જાય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી છોકરીઓની મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે. તેમને ખબર નથી પડતી કે તેમની સાચી પર્સનાલિટી શું છે? સોશિયલ મીડિયા પર ખોટી ઇમેજ બનાવતા યુવાનો એક સમયે પોતાનાથી નફરત કરવા લાગે છે. તેમનું અસ્તિત્વ ભૂલી જાય છે. આવી યુવતીઓને ઘણી બધીવાર કાઉન્સલિંગની જરૂર પડે છે.