લેપટોપ-સ્માર્ટફોનની સાઇડ ઇફેક્ટ્સ:ગેજેટ્સમાંથી નીકળતી બ્લૂ લાઇટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, સમય પહેલાં જ વૃદ્ધ કરી દે છે: રિસર્ચમાં દાવો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ આપણે બધા ટેક્નોલોજીનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. સ્માર્ટફોન લેપટોપ, સ્માર્ટવોચ, ટીવી સહિત અનેક ગેજેટ્સ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયાં છે. આપણે જાણીએ છીએ કે આ ડિવાઇસથી આપણી આંખ તો ખરાબ થાય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બેહદ નુકસાનકારક છે. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ, આ ગેજેટ્સમાંથી નીકળતી બ્લૂ લાઇટ્સ આપણને જલદી જ વૃદ્ધ કરી દે છે.

માખીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું
સંશોધકોએ આ રિસર્ચમાં માખીઓને સામેલ કરી હતી. આ માખીને 2 અઠવાડિયાં સુધી બ્લૂ લાઈટથી એક્સપોઝ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ આ બાદ ખબર પડી હતી કે આ લાઈટથી માખીઓમાં ચિંતાથી જોડાયેલા જનીન જાગ્રત થઈ ગયા હતા, જે માખીઓને બ્લૂ લાઈટથી એક્સપોઝ કરવામાં નથી આવી ને અંધારામાં રાખવામાં આવી હતી એ માખીઓ લાંબા સમય સુધી જીવિત રહી હતી.

આ સાથે જ બંને ગ્રુપની માખીઓના મેટાબોલાઇટ્સની પણ તુલના કરવામાં આવી હતી. મેટાબોલાઇટ્સ એ એવા પદાર્થો છે, જે શરીરમાં ત્યારે જ બને છે અથવા તો ઉપયોગમાં લેવાય છે જ્યારે શરીર દવાઓ, ખોરાક અથવા રસાયણોને તોડે છે. અભ્યાસ અનુસાર આ મેટાબોલાઇટ્સ પર બ્લૂ લાઇટની ઘણી અસર પડે છે.

બ્લૂ લાઇટ્સથી ઉંમર ઝડપથી વધે છે
સંશોધકોએ જણાવ્યું હતું કે બ્લૂ લાઇટને કારણે માખીના સેલ્સ ઝડપથી મરી જાય છે, એટલે કે તેમની વૃદ્ધત્વની ગતિ ઝડપી બની જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્લૂ લાઇટ્સની મનુષ્યમાં પણ આવી જ અસર થાય છે. તેમના કોષો પણ અકાળે મરવા લાગે છે, જેને કારણે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. જો કે હાલ આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે, તેઓ વધુ સંશોધન માનવકોષો પર ધ્યાન કેન્દ્રિત કરશે.