આત્મહત્યાના વિચારોને પણ ટ્રેક કરવામાં આવશે:બાયોસેન્સર ડેટાથી ખબર પડશે કે મગજમાં આત્મહત્યાના વિચાર ક્યારે આવે છે?

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે સામાન્ય વાતમાં લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. જો માતા-પિતા બાળકને મોબાઈલ આપવાની ના પાડે છે ત્યારે બાળક આપઘાત કરી લે છે. આપઘાતને અટકાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે લોકોમાં આત્મહત્યાની પ્રવૃત્તિને જાણવાની નવી રીત શોધી કાઢી છે. એ મનોવૈજ્ઞાનિકો પાસે આવેલા કેટલાક લોકો પર પણ આ પ્રયોગ શરૂ કર્યો છે.

સંશોધકોએ બાયોસેન્સર ડેટા દ્વારા એ જાણવાની કોશિશ કરી છે કે કોઈ યુક્તિના મગજમાં આત્મહત્યા કરવાનો વિચાર ક્યારે અને કઈ સ્થતિમાં આવે છે. આ માટે અમુક લોકોના ફોનમાં અમુક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને હાથ પર ડિજિટલ બેન્ડ પણ બાંધવામાં આવ્યો છે, જેના પર મનોવૈજ્ઞાનિકોએ આખા દિવસની પ્રવૃત્તિ પર નજર રાખી હતી.

લોકો પર GPSના માધ્યમથી નજર રાખી
આ પ્રયોગમાં કેટલિન ક્રુઝ નામની યુવતીને પણ સામેલ કરવામાં આવી છે. સાઇકોલોજિસ્ટ દ્વારા સારવાર કરાવ્યા બાદ કેટલીન થોડા દિવસ પહેલાં ઘરે જતી રહી છે. હવે મનોવૈજ્ઞાનિકો જીપીએસ દ્વારા ટ્રેક કરી રહ્યા છે કે કેટલીન ઘર છોડે છે કે કેમ. જો ઘરની બહાર નીકળે છે તો કેટલા સમય સુધી બહાર રહે છે? તેમના પલ્સ રેટ શું છે? તે કયા સમયે વધે છે અથવા ઘટે છે? ડિજિટલ બેન્ડ દ્વારા કેટલિનની ઊંઘ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સૂતી વખતે તેમની ઊંઘ કેટલીવાર બાદ ઊડી જાય છે.

GPS અને ડિજિટલ બેન્ડ શું બતાવે છે?
રિસર્ચમાં સામેલ કરવામાં આવેલા મનોવૈજ્ઞાનિકે આ બધી જ વસ્તુની તપાસ કરી હતી. આ બાદ અમને એ વસ્તુ વિશે જાણકારી મેળવવામાં મદદ કરી હતી કે સામેવાળી વ્યક્તિ આત્મહત્યા વિશે વિચારી રહી છે. નોકના જણાવ્યા અનુસાર, જો કોઈ માણસની ઊંઘ વારંવાર ઊડી જાય છે તો એનો મતલબ એ છે કે તે વ્યક્તિનો મૂડ બરાબર નથી.

તો GPSથી ખબર પડી હતી કે જો કોઈ વ્યક્તિ વારંવાર રૂમની અંદર ચાલે છે તો એનો મતલબ છે કે તે વ્યક્તિને ગુસ્સો આવી રહ્યો છે. આ રીતે સેન્સર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. એ વ્યક્તિ જણાવે છે કે વ્યક્તિ પરેશાન છે કે નહીં, જેનાથી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.

પ્રશ્નોથી મનઃસ્થિતિ જાણવાનો પ્રયાસ કરો
સંશોધકો સમયાંતરે દર્દીઓને પ્રશ્નોની યાદી મોકલે છે. આ દ્વારા તે મનોરોગીઓ કેવી લાગણી અનુભવે છે એ સમજાય છે. તેમને શું સાચું અને શું ખોટું લાગે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે.