પ્રોસ્થેટિક લેગ સાથે 'મિયા'ની ઉડાન:દુનિયામાં પ્રથમ વખત કોઈ ગીધને કૃત્રિમ પગ લગાવાયો, સર્જરીના 6 અઠવાડિયાં પછી હરવા ફરવાનું શરૂ કર્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રિયાના આઉલ એન્ડ બર્ડ ઓફ પ્રે સેન્ચુરીમાં લવાયેલી માદા ગીધ 'મિયા'ની સફળ સર્જરી થઈ
  • સર્જરીના 3 અઠવાડિયાં પછી મિયા ચાલવાના પ્રયત્ન કરવા લાગી
  • આશરે 6 અઠવાડિયાં પછી તે શરીર સાથે પગનું વજન સહન કરવા માટે લાયક બની

અત્યાર સુધી તમે માણસમાં કૃત્રિમ પગના ઈન્સ્ટોલેશન વિશે સાંભળ્યું હશે હવે ટેક્નોલોજી એટલી એડવાન્સ બની છે કે ગીધને પણ કૃત્રિમ પગનો સહારો આપવો શક્ય બન્યું છે. આ દુનિયાનો પ્રથમ કેસ છે. માદા ગીધ 'મિયા'ને ઘાયલ હાલતમાં ઓસ્ટ્રિયાના આઉલ એન્ડ બર્ડ ઓફ પ્રે સેન્ચુરીમાં લવાઈ હતી. સેન્ચુરીમાં ડૉક્ટર્સની ટીમે તેને કૃત્રિમ પગ આપી નવું જીવન આપ્યું છે. મિયાને ખાસ પ્રકારનો પ્રોસ્થેટિક લેગ લગાવવામાં આવ્યો છે. હવે તે સામાન્ય ગીધની જેમ ઉડી શકે છે. સંપૂર્ણ રીતે રિકવર થયા બાદ તેને છોડવામાં આવશે.

મિયાની સર્જરી કરનાર ડૉક્ટર્સની ટીમ
મિયાની સર્જરી કરનાર ડૉક્ટર્સની ટીમ

ગીધ જેવા ભારે પક્ષીનો કૃત્રિમ પગ બનાવવો મુશ્કેલ કામ
મેડિકલ યુનિવર્સિટી ઓફ વિએનાના એક્સપર્ટે મિયા માટે સ્થાયી કૃત્રિમ પગ બનાવ્યો છે. એક્સપર્ટ કહે છે કે નાનકડી ચકલીમાં કૃત્રિમ પગ લગાવી તે સર્વાઈવ કરે તે સરળ હોય છે. કારણ કે આવા પક્ષીઓનું વજન ખુબ ઓછું હોય છે. ગીધના કૃત્રિમ પગ બનાવતી વખતે વધારે સાવચેતી રાખવી પડે છે કારણ કે ગીધે પોતાના શરીર સાથે આ પગનો પણ ભાગ સહન કરવાનો હોય છે.

આ રીતે સર્જરી થઈ
મિયાની સર્જરી કરનારા ડૉક્ટર્સના ગ્રુપ લીડર પ્રોફેસર ઓસ્કર અજમાન આ પહેલાં દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ તૈયાર કરી ચૂક્યા છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, કૃત્રિમ પગને ગીધના પગના હાડકાં સાથે કનેક્ટ કરવામાં આવ્યો. સર્જરીના 3 અઠવાડિયાં પછી મિયા ચાલવાના પ્રયત્ન કરવા લાગી. આશરે 6 અઠવાડિયાં પછી તે શરીર સાથે પગનું વજન સહન કરવા માટે લાયક બની. હાલ તે હરવા ફરવા અને ઉડવા લાયક બની છે.

ઓપરેશનના 6 મહિના પછી કૃત્રિમ પગ સાથે ગીધે ફરી હરવા ફરવાનું શરૂ કર્યું
ઓપરેશનના 6 મહિના પછી કૃત્રિમ પગ સાથે ગીધે ફરી હરવા ફરવાનું શરૂ કર્યું

પગનો એક્સ-રે કરી સ્થિતિ સમજવામાં આવી
સર્જરી પછી માદા ગીધ કેટલી સ્વસ્થ હતી અને તેના પગ કેટલા મજબૂત હતા તે જાણવા પગનો એક્સ રે લેવામાં આવ્યો. પ્રોફેસર ઓસ્કરનું કહેવું છે કે આ પ્રક્રિયાને ઓસ્સેઓપરેશન કહેવાય છે. તેની મદદથી મિયા સામાન્ય ગીધની જેમ ચાલી શકશે અને ભોજન લઈ શકશે. આવું પ્રથમ વખત છે જ્યારે કોઈ ગીધને કૃત્રિમ પગ લગાવાયો હોય.

4 અઠવાડિયાં પછી ડેમેજ સ્કિન રિપેર થવા લાગી
સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલાં રિપોર્ટ પ્રમાણે, સર્જરી પછી ગીધને એન્ટિબાયોટિક્સ દવા આપવામાં આવી. આશરે 4 અઠવાડિયાં પછી ધીરે ધીરે ડેમેજ થયેલી સ્કિન રિપેર થવા લાગી. ડૉક્ટર્સનું કહેવું છે કે બ્રીડિંગ લાયક બની ગયા બાદ તેને ફરી જંગલમાં છોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...