છેલ્લા એક દાયકામાં, માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને પીટર થિએલ જેવા અબજોપતિઓએ એન્ટિ-એજિંગ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ અને એન્ટિ-એજિંગ પર સંશોધન પર ઘણો ખર્ચ કર્યો છે. તો બીજી તરફ ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્ક તેની વિરુદ્ધ છે. મસ્કનું માનવું છે કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માગે છે કેમ કે તેમને મરવાનો ડર નથી. મૃત્યુને મસ્ક રાહત તરીકે જુએ છે.
અબજોપતિ એન્ટિ એજિંગ કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે
સપ્ટેમ્બર 2021માં MITના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, બેઝોસે એન્ટિ-એજિંગ સ્ટાર્ટ અપ અલ્ટોસ લેબ્સમાં ગુપ્ત રીતે રોકાણ કર્યું હતું, જેને સત્તાવાર રીતે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આટલા બધા રોકાણો છતાં, મસ્કની આવી વિચારસણી રાખવી સિલિકોન વેલીના અબજોપતિમાં એક વિરોધાભાસ જરૂર પેદા કરે છે.
થિએલ સિલિકોન વેલીના એન્ટિ-એજિંગના સૌથી પ્રસિદ્ધ સમર્થકોમાના એક છે. થિએલના એમ્બ્રોસિયા નામના એક સ્ટાર્ટઅપે ફંડ આપ્યું, આ કંપની 1950ના દાયકામાં થનારી પ્રેક્ટિસ પેરાબાયોસિસ કરવા પર ભાર મૂકતી હતી. આ પ્રેક્ટિસમાં ઉંદરોની સાથે પ્રયોગ કરવામાં આવે છે. 2019માં US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ પેરાબાયોસિસની વિરુદ્ધ ચેતવણી જાહેર કરી, જેના કારણે એમ્બ્રોસિયા સ્ટાર્ટ અપ ફેલ થઈ ગયું.
ઝુકરબર્ગ અને તેમની પત્ની, પ્રિસિલા ચાન, ધ બ્રેકથ્રૂ પ્રાઈઝના સહ-સ્થાપક છે, જે વાર્ષિક 22 કરોડના પુરસ્કાર વૈજ્ઞાનિકોને આપે છે.
લોકો મરશે નહીં તો દુનિયા જૂની વિચારસણીમાં અટવાઈ જશેઃ મસ્ક
મસ્ક જણાવે છે- જીંદગી લાંબી નહીં મોટી હોવી જોઈએ. ઓરેકલના સહ સંસ્થાપક લેરી એલિસને પણ એન્ટિ-એજિંગમાં થઈ રહેલા શોધ માટે 2,815 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ બધા રોકાણો અને શોધથી મસ્કને લાગે છે કે લોકોએ લાંબા સમય સુધી જીવવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કેમ કે જો લોકો મરશે નહીં તો આપણે જૂની વિચારસણીમાં અટવાઈ જઈશું અને ક્યારેય આગળ વધી શકીશું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.