• Gujarati News
  • Lifestyle
  • Bill Gates' 19 year old Daughter Appears With 'boyfriend', Shares Romantic Photo On Social Media

પોસ્ટ થઈ વાઈરલ:બિલ ગેટ્સની 19 વર્ષની દીકરી 'બોયફ્રેન્ડ' સાથે દેખાઈ, સોશિયલ મીડિયા પર શેર કર્યો રોમેન્ટિક ફોટો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

માઈક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક એવા વિલિયમ હેનરી ગેટ્સને બિલ ગેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિલ ગેટ્સ અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં હોય છે ત્યારે આ વખતે તેની આ લાઈમલાઈટ તેમની પુત્રીએ છિનવી લીધી છે. બિલ ગેટ્સને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સથી ત્રણ બાળકો છે અને તેમની સૌથી નાની પુત્રીનું નામ ફીબી ગેટ્સ છે. ફીબી ગેટ્સ ફક્ત 19 જ વર્ષની છે અને તે પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચર્ચાનો વિષય બની છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક છોકરાં સાથે ફોટો શેર કર્યો હતો, જે વાઈરલ થયો છે. જો કે, તે ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી ડિલીટ કરી દીધો છે. તો ચાલો જાણીએ કે, એવું તો શું હતું આ ફોટામાં અને કોણ છે એ છોકરો?

NYpostના જણાવ્યા મુજબ બિલ ગેટ્સની દીકરી ફીબી ગેટ્સે એક શ્યામ વર્ણી છોકરાં સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં છોકરો ફીબી ગેટ્સને ગાલ પર કિસ કરતો જોવાં મળ્યો હતો. આ ફોટો પર બે હાર્ટ ઇમોજીસ પણ હતાં. આ ફોટોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં હતાં. આ ફોટો બાદથી જ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ છોકરો ફીબી ગેટ્સનો બોયફ્રેન્ડ છે અને બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ સાથે જ અમુક લોકો આ બંનેના સંબંધો પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. ઘણાં લોકો છોકરો શ્યામ વર્ણી હોવાને કારણે પણ તેને ટ્રોલ કરી રહ્યા છે.

@DopeGsaint ટ્વિટર યુઝરે લખ્યું, ‘આ 2022 છે અને વિચારો કે તેઓ બિલ ગેટ્સની પુત્રી વિશે કેમ વાત કરી રહ્યા છે?’ @Bg_almighty નામના ટ્વિટર યુઝરે લખ્યું, ‘કોણે વિચાર્યું હશે કે બિલ ગેટ્સની પુત્રી આબોહવાની કટોકટી સાથે શ્યામ વર્ણી અને ધૂમ્રપાન કરનારમાં રસ લેશે?’

જેનિફર મેડિકલ સ્ટુડન્ટ છે. હાલમાં તે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. વર્ષ 2025 સુધીમાં તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ જશે. ફોબી ઈન્સ્ટાગ્રામ પર એકદમ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 1.4 મિલિયન ફોલોઅર્સ છે. ફોબીની મોટી બહેનનું નામ જેનિફર ગેટ્સ (26 વર્ષ) અને ભાઈનું નામ રોરી ગેટ્સ (23 વર્ષ) છે. જેનિફર ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે, ઈન્સ્ટાગ્રામ પર તેના 5.2 લાખથી વધુ ફોલોઅર્સ છે.

આ પહેલા બોયફ્રેન્ડ ચેઝ ફ્લિન પણ હતો MEAWWના રિપોર્ટ મુજબ ફોબી ગેટ્સના એક્સ બોયફ્રેન્ડનું નામ ચેઝ ફ્લિન રાખવામાં આવ્યું હતું. ફોબી અને ચેઝે વર્ષ 2018ની આસપાસ ડેટિંગ શરૂ કરી હતી અને વર્ષ 2021માં આ સંબંધનો અંત આવ્યો હતો. અહેવાલ મુજબ ચેઝ સિએટલનો છે અને ફોબી સાથે લેકસાઈડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે.