તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Bijayalakshmi Of Manipur Is Making Threads From Lotus Flower Stalks, Through This Work She Is Giving Employment To Women Who Do Not Have Work Due To Corona

સ્ટાર્ટઅપ:મણિપુરની બિજયલક્ષ્મી કમળનાં ફૂલની દાંડીમાંથી યાર્ન બનાવે છે, કોરોનાટાઈમમાં નોકરી ગુમાવેલી અનેક મહિલાઓને રોજગાર આપી રહી છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને લીધે અનેક લોકોની કમાણી પર અસર થઈ છે, લોકો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. દુનિયાભરમાં લાખો યુવાનો બેરોજગાર થયા છે. તેવામાં દેશમાં ઘણા યુવાનો છે જે કામ કરવા માટે નવી-નવી વસ્તુઓ શોધી રહ્યા છે.

મણિપુરમાં 27 વર્ષની બિજયલક્ષ્મી ટોંગગ્રમ પોતાની આવડતથી અનેક મહિલાઓને રોજગાર આપી રહી છે. તે કમળની દાંડીમાંથી યાર્ન બનાવે છે.

બિજયલક્ષ્મી નાનકડી ટીમ સાથે કામ કરે છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ કામનો આઈડિયા મને એક વૃદ્ધ મહિલા પાસેથી મળ્યો. તે પછી મેં મારી રીતે થોડું રિસર્ચ કર્યું, આની પહેલાં હું કમળમાંથી ચા પણ બનાવી ચૂકી છું.

ચાનો પ્રયોગ સફળ થયા પછી બિજયલક્ષ્મીએ કમળની દાંડીમાંથી યાર્ન બનાવવાનું શરુ કર્યું છે.

બિજયલક્ષ્મી ઈચ્છે છે કે, સરકાર તેના આ સ્ટાર્ટઅપના આઈડિયાને આગળ વધારવામાં તેની મદદ કરે જેથી તે વધારે મહિલાઓને રોજગાર આપી શકે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો