તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Bigg Boss 13 Shehnaz Gill Lose 12 Kgs In Six Months Says I Lose Weight Without Workout In Lockdown

વેટ લોસની સ્ટોરી:બિગ બોસ 13ની કંટેસ્ટન્ટ શેહનાઝ ગિલે 6 મહિનામાં 12 કિલો વજન ઉતાર્યું, કહ્યું, ‘વર્કઆઉટ ના કર્યું અને બે રોટલીની જગ્યાએ એક ખાધી’

10 મહિનો પહેલા

બિગ બોસ 13ની કંટેસ્ટન્ટ રહી ચૂકેલી શેહનાઝ ગિલે છેલ્લા 6 મહિનામાં 12 કિલો વજન ઉતાર્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શેહનાઝે કહ્યું કે, આ કામ કરવાના બે કારણ છે. પ્રથમ, લોકડાઉનમાં બધું અટકી ગયું હતું અને કરવા માટે કઈ જ નહોતું આથી વજન ઉતાર્યું. બીજું, બિગ બોસમાં મારા વધારે પડતા વજનને લીધે લોકોએ મજાક ઉડાવી હતી. ઘણા લોકો વજન ઓછું કરે છે તો મેં વિચાર્યું હું પણ કરી લઉં.

શેહનાઝે કહ્યું કે, જો તમારે વજન ઘટાડવું હોય તો તે મુશ્કેલ કામ નથી. વજન કેવી રીતે ઘટાડ્યું અને ડાયટમાં શું ફેરફાર કર્યા આ બધું શેહનાઝ પાસેથી જ જાણીએ..

‘વેટ લોસની શરૂઆતમાં મેં સૌથી પહેલા નોન વેજ ખાવાનું ઓછું કર્યું. ડાયટમાં આઈસ્ક્રીમ અને ચોકલેટ ઓછી કરી. રોજ હું બે વાતનું ધ્યાન રાખતી હતી. પ્રથમ વધારે વેરાયટીવાળું ભોજન નહિ ખાવું. જેમ કે મેં લંચમાં મગની દાળ ખાધી તો રાતે જમવામાં પણ એ જ ખાઇશ. આ ઉપરાંત ભોજનની ક્વોન્ટીટી પણ ઘટાડી.

મને બે રોટલીની ભૂખ હતી ત્યારે એક જ રોટલી ખાધી. આની અસર દેખાવાનું ચાલુ થઇ ગયું. લોકડાઉનની શરૂઆતમાં માર્ચ મહિનામાં મારું વજન 67 કિલો હતું. હવે તે 55 કિલો થઇ ગયું છે. 6 મહિનામાં મેં 12 કિલો વજન ઘટાડ્યું છે. આ વેટ લોસ કસરત વગર થયું છે. માત્ર ડાયટ કંટ્રોલ કરીને વજન ઉતાર્યું છે.’

ઇન્સ્ટાગ્રામ પોસ્ટે બધાને આશ્ચર્યચકિત કર્યા
વેટલોસ પછી શેહનાઝે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક ફોટોઝ શેર કર્યા છે. પંજાબની ક્યૂટ કેટરિના કેફ કહેવાતી શેહનાઝ સ્લિમ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના આ નવા લુકના ઘણા વખાણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...