તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણા:લોકડાઉનમાં ભુવનેશ્વરની સ્મૃતિરેખાની નોકરી છૂટતા ટીચરમાંથી ડ્રાઈવર બની, શહેરનો કચરો ભેગો કરી વેસ્ટ સેન્ટર સુધી પહોંચાડે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મૃતિરેખાના પતિનો પગાર પણ અડધો થઈ ગયો, માતાને કેન્સર થતા ખર્ચા વધ્યા
  • ઘરની જવાબદારી લેવા ડ્રાઈવરની નોકરી હસ્તે મોઢે સ્વીકારી

મહામારી દરમિયાન ભુવનેશ્વરની એક ટીચરની નોકરી છૂટી ગઈ તો તેણે હાર ના માની. હાલ તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રાઈવરની નોકરી કરે છે. સ્મૃતિરેખા બેહરા પ્રથમ લોકડાઉન પહેલાં શહેરમાં ચેકિસેની વિસ્તારમાં પ્રાઈમરી ક્લાસને ભણાવતી હતી. લોકડાઉનને લીધે સ્કૂલ બંધ થઈ ગઈ તો 29 વર્ષીય આ મહિલાને ઘરનું ગુજરાન ચલાવવા ડ્રાઈવર બનવું પડ્યું. હાલ તે નગર નિગમનો કચરો ભેગો કરવા માટે દરેક ઘર સુધી જાય છે.

સ્મૃતિરેખાનો પતિ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો, પણ મહામારીને લીધે તેનો પગાર અડધો થઈ ગયો. આ કપલ માટે ઘર ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ ગયો. ગયા વર્ષે આ કપલનાં પિતાનું અવસાન થયું અને તેમની માતાને કેન્સર છે.

પતિએ કહ્યું, ‘મારી પત્ની પર મને ગર્વ છે’
અનેક મુશ્કેલ સ્થિતિમાં પણ આગળ વધી રહેલી સ્મૃતિરેખાએ કહ્યું, નસીબે હંમેશાં મારી સાથ આપ્યો, હું ભણેલી હતી એટલે સરળતાથી કામ મળી ગયું. કારણકે હું ઘરે બેસી રહેવા નહોતી માગતી. મહર્ષિ કોલેજ ઓફ નેચરલ લોમાંથી પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરનારી સ્મૃતિએ વર્ષ 2019માં ધ સેન્ટર ફોર યુથ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટનો ટ્રેનિંગ કોર્સ કર્યો હતો. આ કોર્સમાં ઝૂપડપટ્ટીમાં રહેતી 15 મહિલાઓ માટે ડ્રાઈવિંગ ટ્રેનિંગ કોર્સનું આયોજન કર્યું હતું. ટ્રેનિંગને લીધે જ તેને નોકરી મળી. સ્મૃતિનો પતિ આજની તારીખમાં પણ તેની પત્નીના વખાણ કરતા થાકતો નથી. મુશ્કેલ સ્થિતિમાં પતિનો સાથ આપવા તેણે ડ્રાઈવરની નોકરી પસંદ કરી.

સ્મૃતિરેખાનો દિવસ સવારે 5 વાગ્યાથી શરુ થઈ જાય છે
સ્મૃતિરેખાનો દિવસ સવારે 5 વાગ્યાથી શરુ થઈ જાય છે

આશા ના ખોઈ, હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી
સ્મૃતિરેખાનો દિવસ સવારે 5 વાગ્યાથી શરુ થઈ જાય છે. તેની સાથે બીજા બે હેલ્પર પણ હોય છે. તે શહેરના અલગ-અલગ એરિયામાંથી જૂનો અને સૂકો કચરો ભેગો કરે છે. આ કચરાને વેસ્ટ સેન્ટર સુધી પહોચાડે છે. જ્યારે સ્મૃતિરેખાના પરિવાર મુશ્કેલીઓ આવી પડી ત્યારે તેણે આશા ખોવાને બદલે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું નક્કી કર્યું.

સ્મૃતિરેખા સિવાય અન્ય ત્રણ મહિલા પણ ડ્રાઈવરનું કામ કરે છે
મ્યુનિસિપલ કમિશનર સંજય કુમારે કહ્યું, કોરોનાટાઈમમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. આ સમયે અમે શક્ય હોય તેટલા જરૂરિયાતમંદને મદદ કરી રહ્યા છે. અમે નોકરી માટે મહિલાઓને પહેલા તક આપી રહ્યા છે. સ્મૃતિરેખા સિવાય અન્ય ત્રણ મહિલા પણ BMC વ્હીકલ ડ્રાઈવ કરીને શહેરનો કચરો ભેગો કરે છે.