તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Bhagyashree Spoke On Social Media About The Benefits Of Eating Raw Okra, It Is Effective In Controlling Blood Sugar Levels And Eliminating Stomach Problems.

હેલ્ધી ઈટિંગ:ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર કાચા ભીંડા ખાવાના ફાયદા જણાવ્યા, તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને પેટની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાગ્યશ્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં તે પોતાના ગાર્ડનમાં લાગેલા ભીંડા ખાતા જોવા મળી રહી છે. તેની સાથે અભિનેત્રીએ લખ્યું કે, ઓર્ગેનિક ભીંડામાં વિટામિન C, વિટામિન K, વિટામિન A અને મેગ્નેશિયમ હોય છે. તેમાં ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. ભીંડા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે અસરકારક છે. પેટની તકલીફ જેમ કે ગેસ, બ્લોટિંગ અને કબજિયાત દૂર કરવામાં ભીંડા મદદ કરે છે. આ એક એવી શાકભાજી છે જેને તમામ લોકોએ વીકલી મિલ્સમાં સામેલ કરવી જોઈએ.

તેણે એમ પણ જણાવ્યું કે, આયુર્વેદના અનુસાર, રાત્રે પાણીમાં પલાળેલા ભીંડા સવારે ઉઠીને ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં ભીંડાની છાલ અને બીજ ગ્લુકોઝનું લેવલ ઓછું કરવામાં અસરકારક છે. તે ટાઈપ-1, ટાઈપ-2 અને ગેસ્ટેશનલ ડાયાબિટીસ ઘટાડવામાં પણ મદદ કરે છે.