તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Bhagyashree Sahu Of Odisha Gets Recognition From The Paintings, Prime Minister Narendra Modi Praised The Mann Ki Baat In The Program

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેનત રંગ લાવી:પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઓરિસ્સાની આર્ટિસ્ટ ભાગ્યશ્રી સાહુના વખાણ કર્યા, પટ્ટચિત્ર કલાથી ઓળખ બનાવી

24 દિવસ પહેલા

ડૂડલિંગ અને પેન્ટિંગ આર્ટિસ્ટ ભાગ્યશ્રી સાહુએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની કલાને લીધે તેને નવી ઓળખ મળશે. પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન 27 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ભાગ્યશ્રીના વખાણ કર્યા છે. ભાગ્યશ્રી સાહુ પટ્ટચિત્ર પેન્ટિંગ કરતી આર્ટિસ્ટ છે. આ પારંપરિક કલાથી તેને પોતાની આવડતને આગળ વધારવામાં મદદ મળી.

ભાગ્યશ્રીએ બહુ ઓછા સમયમાં કલા શીખી હતી, પરંતુ આ કલા તેનું કરિયર બની જશે તે ખબર નહોતી. રાઉરકેલા સ્ટીલ સિટી સેક્ટર-19માં રહેતી ભાગ્યશ્રી પથ્થર પર પટ્ટચિત્ર પેઈન્ટ કરે છે. લોકડાઉન દરમિયાન તેણે બોટલ્સ, ફ્યૂઝ ઇલેક્ટ્રિક બલ્બ અને પ્લાસ્ટિક ફરી વસ્તુઓ પર સુંદર પેન્ટિંગ કર્યું.

ભાગ્યશ્રીએ કહ્યું, પુરીનાં રઘુરાજપુરની મુલાકાત લેતી વખતે આ રૂચિમાં રસ વધ્યો, કોલેજ દરમિયાન રસ્તામાંથી ભાગ્યશ્રીને ઘણા બધા પથ્થર મળ્યા. આ પથ્થર તે ઘરે લાવી અને તેને સાફ કરીને તેના પર પેન્ટિંગ કર્યું. ભાગ્યશ્રી વર્કશોપનું આયોજન પણ કરે છે. થોડા દિવસ પહેલાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કરતા કહ્યું હતું કે, સુભાષ બાબુની જયંતી પર ભાગ્યશ્રીએ પથ્થર પર પેન્ટિંગ કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી. હું તેમના ભવિષ્ય માટે શુભકામના આપું છું. ભાગ્યશ્રીએ તેમનો આભાર માન્યો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો