• Gujarati News
  • Lifestyle
  • ‘Best Space Tacos Yet’: Astronauts Make Tacos With First Chili Peppers Grown Aboard ISS

ફૂડ ફ્રોમ ધ સ્પેસ:એસ્ટ્રોનોટે શૂન્યાવકાશમાં લાલ-લીલા મરચાં વાવ્યા, સ્પેસમાં ટેસ્ટી ટાકોઝની લહેજત માણી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસાએ આઉટર સ્પેસમાં ચાર મહિનાથી મરચાંનો છોડ વાવ્યા છે

અંતરિક્ષમાં રહેતા એસ્ટ્રોનોટ્સ માટે રોજ નવા ટાસ્ક રેડી જ હોય છે. ઝીરો ગ્રેવિટીમાં રહેવું એ કોઈ સરળ વાત નથી. અંતરિક્ષયાત્રીઓ શૂન્યાવકાશમાં હેરવોશ કરે છે તો ક્યારેક જાતે વાવેલી વનસ્પતિમાંથી ભોજન બનાવે છે. એસ્ટ્રોનોટ મેગન મેકઆર્થરે સોશિયલ મીડિયા પર ટેસ્ટી ટાકોઝના ફોટો શૅર કર્યા છે. આ ટાકોઝ પૃથ્વી પર મળતા ટાકોઝ કરતાં સ્પેશિયલ છે કારણકે તેમાં ઝીરો ગ્રેવિટીમાં વાવેલા મરચાં વાપર્યા છે.

ટેસ્ટી સ્પેસ ટાકોઝની લહેજત માણી
અવકાશમાં અવારનવાર સાયન્ટિક એક્સપરિમેન્ટ ચાલુ જ હોય છે. નાસાએ આઉટર સ્પેસમાં ચાર મહિનાથી મરચાંનો છોડ વાવ્યા છે અને આ છોડ પર મરચાં પણ ઉગ્યા છે. વૈજ્ઞાનિકોએ ઘરની ખેતીના મરચાંનો ઉપયોગ ટાકોઝમાં કર્યો હતો.

એસ્ટ્રોનોટ મેગને લખ્યું, વાવણી કર્યા પછી અમને અંતરિક્ષમાં લાલ અને લીલા મરચાંનો ટેસ્ટ કરવા મળ્યો. મેં અત્યાર સુધીના બેસ્ટ સ્પેસ ટાકોઝ બનાવ્યા.

શા માટે મરચાંનો છોડ?
મરચાંમાં ઘણા બધા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે અને તે વિટામિન Cથી ભરપૂર હોય છે. કોઈ પણ વાનગીના મરચાં ઉમેરવાથી તેનો ટેસ્ટ વધી જાય છે અને મરચાંની વાવણી પણ સરળ હોવાથી નાસાએ તેના છોડ વાવ્યા. નાસાએ કહ્યું, અમારી કેનેડી સ્પેસ સેન્ટરની ટીમે મરચાંના 48 બીજને સેનિટાઇઝ કરીને વાવ્યા. સાયન્સ કેરિયરમાં મરચાંના છોડને અનુરૂપ માટી અને ખાતર મોકલ્યું હતું.

શૂન્યાવકાશમાં છોડ વાવવાનો હેતુ એસ્ટ્રોનોટ્સને સપ્લાય પૂરો પાડવાનો છે. ઘણીવાર સપ્લાય ખૂટી જવાને લીધે એસ્ટ્રોનોટ્સની તકલીફ વધે છે આનું સોલ્યુશન લાવવા માટે નાસાના પ્રયોગો ચાલુ છે.