જ્યારે વાત ડાન્સ ક્લબની થાય ત્યારે તમારા મગજમાં સૌથી પહેલું દ્રશ્ય ક્યું આવે? સ્પષ્ટપણે તમને સ્ટેજ પર મહિલાઓનું માદક નૃત્ય અને નીચે તેની મજા લેતાં અને હાથમાં મદિરાનો જામ લઈને ઊભેલા પુરુષો જ દેખાય પરંતુ, વર્ષ 1980માં ભારતીય મૂળનાં એક અમેરિકી બિઝનેસમેનને એક નવો જ આઈડિયા આવ્યો. તેઓએ એક એવો ડાન્સ ક્લબ ખોલ્યો કે, જ્યાં પુરુષો ઓછા કપડામાં મહિલાઓ માટે નાચતા હતા. મહિલાઓ તેમના પર નોટોની વરસાદ કરતી અને ટિપ આપતી.
જોતજોતામાં અમેરિકામાં આ ડાન્સ ક્લબ ફેમસ થઈ ગયું. ક્લબની બહાર મહિલાઓની લાંબી લાઈનો લાગી ગઈ છે. દૂર-દૂરથી મહિલાઓ આ ક્લબમાં પુરુષોનાં નૃત્યનો આનંદ માણવા માટે અહી આવતી હતી. તે બિઝનેસમેનનું નામ હતું સ્ટીવ બેનર્જી. ડિઝની હોટસ્ટાર પર સ્ટીવ બેનર્જીની ઉપર એક મિની સિરિઝ રિલિઝ થઈ છે. પાકિસ્તાની મૂળનાં અમેરિકી એક્ટર કુમૈલ નનજિયાનીએ સ્ટીવ બેનર્જીનું પાત્ર ભજવ્યું છે. આ સીરિઝ રિલિઝ થયા પછી એકવાર ફરીથી સ્ટીવનાં અનોખા કોન્સેપ્ટની આખા વિશ્વમાં ચર્ચા થવા લાગી છે.
ગેસ સ્ટેશનનાં ક્લાર્કથી શરુ થઈ હતી સ્ટિવની યાત્રા
સ્ટિવ બેનર્જીનો જન્મ ભારતની સ્વતંત્રતાનાં 1 વર્ષ પહેલાં મુંબઈમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. વર્ષ 1980નાં દાયકામાં તે અમેરિકા ચાલ્યા ગયા. જ્યા તેઓએ નાની-મોટી નોકરી કરી. તેઓએ ગેસ સ્ટેશન પર એક ક્લાર્કનું કામ પણ કર્યું હતું. સ્ટીવનાં સપના મોટા હતા એટલા માટે તે પોતાની કમાણીનાં લગભગ 90 ટકા પૈસા બચત રુપે જમા કરવા લાગ્યા.
જલ્દી જ તેઓએ પોતાની બચતની આ રકમથી એક જૂનુ ક્લબ ખરીદ્યુ હતું. આ ક્લબને સામાન્ય રીતે ચલાવવા માટે સ્ટિવે તેને એક અલગ જ રુપ આપ્યું હતું. તેઓએ પુરુષ મોડેલોને ડાન્સ કરવા માટે રાખ્યા અને મહિલા ગ્રાહકોને ટાર્ગેટ કરી. આ વિશ્વનું પહેલુ એવુ ક્લબ હતું કે, જેમાં પુરુષ મહિલાઓ માટે નૃત્ય કરતા હતા. જોતજોતામાં તેનો આ આઈડિયા તો કામ કરી ગયો અને તેનું ક્લબ ફેમસ થઈ ગયું. બીજી જગ્યાઓ પર પણ આ પ્રકારનાં ક્લબ ખુલવા લાગ્યા છે.
સ્ટિવનાં ક્લબની બહાર મહિલાઓની લાંબી લાઈન લાગતી હતી
સ્ટિવે પોતાના ક્લબનું નામ ‘ચીપ્પેંડેલ્સ’ રાખ્યું હતું. અહીં અમેરિકાનાં સૌથી આકર્ષક મોડેલ્સને નોકરી પર રાખવામાં આવ્યા હતા. આ મોડેલ ક્લબમાં આવનારી મહિલાઓ સામે નૃત્ય કરતા હતા. આ ક્લબ અમેરિકાની મહિલાઓમાં એટલું પોપ્યુલર થઈ ગયુ હતું કે, તેમાં જવા માટે મહિલાઓની ગેટની બહાર લાંબી લાઈનો લાગતી હતી. ઘણીવાર તો તેમાં એન્ટ્રી માટે એડવાન્સ બુકિંગ કરાવવી પડતી હતી.
બિઝનેસ પાર્ટનરની હત્યા પછી સ્ટિવનું કરિયર ખત્તમ થઈ ગયું
વર્ષ 1980-1990ની વચ્ચે સ્ટિવ બેનર્જીનો સિતારો બુલંદીઓ પર રહ્યો. આ સમય દરમિયાન ચીપ્પેંડેલ્સ ક્લબ એક બ્રાન્ડ બની ગયું હતું અને સ્ટીવ પણ વિશ્વભરમાં પોપ્યુલર બની ગયો હતો. મીડિયાએ તેને ‘ચીપ્પેંડેલ્સ કિંગ’નું નામ આપ્યું પરંતુ, વર્ષ 1991માં તેમની પોતાના બિઝનેસ પાર્ટનરની હત્યાનાં આક્ષેપમાં ધરપકડ કરી. તેમને 26 વર્ષની સજા સંભળાવવામાં આવી પરંતુ, વર્ષ 1994માં સ્ટીવે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકારે ક્લબ ઈન્ડસ્ટ્રીને ઈનોવેટિવ આઈડિયા આપનાર સ્ટીવની વાર્તાનો દુખદ અંત આવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.