તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Begum, A 124 year old Resident Of Jammu And Kashmir, Took The First Dose Of The Covid 19 Vaccine And Asked Others Present To Take The Vaccine.

મહામારીમાં તેમની હિંમત ઉદાહરણ બની:જમ્મુ-કાશ્મીરમાં 124 વર્ષના રેહતે બેગમે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો, ત્યાં હાજર અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે કહ્યું

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાની રેહતે બેગમે કોરોના વેક્સિન લઈને મિસાલ કાયમ કરી
  • તેઓ ઘરે ઘરે જઈને અન્ય લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાની રેહતે બેગમે કોરોના વેક્સિન લઈને મિસાલ કાયમ કરી છે. અત્યારે તેઓ ઘરે ઘરે જઈને અન્ય લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. મેડિકલ ઓફિસર ડૉ. તમજુલ મલિકના જણાવ્યા અનુસાર, તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. રેહતે બેગમ બારામુલ્લાના વબૂરા બ્લોકના શર્કવારા ગામમાં રહે છે. તેમણે કાશ્મીમાં ડોર ટૂ ડોર વેક્સિનેશન અભિયાન દરમિયાન રસી લીધી હતી. આ અભિયાન જમ્મુ-કાશ્મીર જનસંપર્ક અને માહિતી વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ રસી લેતા સમયે જરા પણ ગભરાયા નહોતા અને ત્યાં હાજર અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે કહ્યું હતું.

રેહતે બેગમને ચાલવામાં તકલીફ છે. પરંતુ તેઓ વાતચીત સારી રીતે કરે છે. તેમનો પરિવાર ગરીબ છે. શર્કવારામાં પ્રાઈમરી હેલ્થ કેર મેડિકલ ઓફિસર ડૉ. તજમુલ મલિકના અનુસાર, જો 124 વર્ષની ઉંમરમાં રેહતે બેગમ વેક્સિન લઈ શકે છે તો દુનિયામાં કોઈપણ વેક્સિન લઈ શકે છે. આ સમયે મહામારીથી બચવા માટે વેક્સિન સિવાય કોઈ બીજો રસ્તો નથી. તેથી અફવાઓથી દૂર રહો અને વેક્સિન લગાવો. રેહતે બેગમ છેલ્લા 20 વર્ષથી પોતાના દીકરાની સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...